Gujarat

દંપતી બીજા મકાને જતાં જ ચોરો જૂના મકાનમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

By GS TEAM
31 Oct 20251 min read
દંપતી બીજા મકાને જતાં જ ચોરો જૂના મકાનમાંથી રોકડ-દાગીના ચોરી ગયા

વડોદરાઃ શહેરમાં ચોરીના જુદાજુદા બે બનાવ બનતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ગોત્રીની ડિવાઇન સોસાયટીમાં રહેતા તૃપ્તિબેને પટેલે પોલીસને કહ્યું છે કે,અમારું બીજું મકાન અટલાદરાના ગુણાતીત પાર્કમાં આવેલું છે.ગઇ તા.૨૭મીએ રાતે અમે અટલાદરાના મકાને રાતે રોકાયા તે દરમિયાન ગોત્રીના મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ અને દાગીના મળી રૃ.પોણો લાખની મત્તા ચોરી ગયા હતા.

અન્ય એક બનાવમાં છાણીમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળેથી ગઇકાલે પરોઢિયે લોખંડના સાધનો ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર રાજેશ મિશ્રા(નવાયાર્ડ)ને સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.