વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગોને વધુ સુરક્ષિત, વ્યવસ્થિત બનાવવા હેતુસર ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા રસ્તાઓ પર હોટ થર્મોપ્લાસ્ટિક પેઈન્ટથી રોડ માર્કિંગનું કાર્ય હાથ ધરાયું છે.
આ કામગીરી ધારા ધોરણો મુજબ હાથ ધરવામાં આવી રહી છે, જે પેઈન્ટ લાંબો સમય ટકાઉ રહે છે અને રાત્રિ સમયે વધુ સ્પષ્ટ દેખાય છે. તબક્કાવાર રીતે ચાલી રહેલા આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સેન્ટર લાઈન, કર્બ લાઈન અને ઝીબ્રા ક્રોસિંગ સહિતના તમામ જરૂરી માર્કિંગનું કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે હાલ પશ્ચિમ ઝોનમાં કામગીરી ચાલી રહી છે. આધુનિક થર્મોપ્લાસ્ટિક પેઈન્ટથી માર્ગ પરની લાઈનો વધુ સ્પષ્ટ દેખાતા ટ્રાફિકનું નિયંત્રણ વધુ અસરકારક રીતે થઈ શકે છે. સાથે જ ઝીબ્રા ક્રોસિંગની સ્પષ્ટ માર્કિંગને કારણે રાહદારીઓની સુરક્ષામાં વધારો થવાનો છે. રાત્રિના અંધારામાં અથવા ખરાબ હવામાન દરમિયાન પણ આ માર્કિંગ સરળતાથી દેખાય છે, જેથી અકસ્માતોનું જોખમ ઘટશે અને શહેરના રસ્તાઓ વધુ સુરક્ષિત બનશે.









