દિવાળી પર્વમાં 2027થી ‘પડતર’ની પળોજણ નહીં રહે, હવે વર્ષ 2032માં આવશે ‘ધોકો’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Why Padtar Divas occurs in Diwali: દિવાળી પછી પડતર દિવસનો ક્રમ સળંગ પાંચમાં વર્ષે યથાવત્ રહ્યો છે. છેલ્લા 10 વર્ષ એટલે કે 2017થી 2026 દરમિયાન દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે પડતર દિવસ આવેલો છે. જેમાં 2020 અને 2022થી 2026 સુધીના વર્ષનો સમાવેશ થાય છે. હવે વર્ષ 2032 સુધી પડતર દિવસ વગર દિવાળીના તહેવારોની ઉજવણી થઈ શકશે.
શું છે પડતર દિવસ?
વાઘ બારસથી જે દિવાળી પર્વનું ઝુમખું શરૂ થાય છે તેમાં પડતર દિવસે બ્રેક મારે છે કારણ કે ધનતેરસ, કાળી ચૌદસ પછી દિવાળી બેસે છે પરંતુ દિવાળી પછીનો દિવસ નૂતન વર્ષાભિનંદન હોતો નથી. એક ખાલી દિવસ હોય છે આથી બેસતા વર્ષ માટે એક દિવસની રાહ જોવી પડે છે. ચાલુ વર્ષે આજે એટલે કે 8 નવેમ્બરના રોજ દિવાળી તો 9 નવેમ્બરના રોજ પડતર દિવસ છે જ્યારે 10 નવેમ્બરના દિવસે બેસતું વર્ષ છે.
ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળા મુજબ
ધોકા માટે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળા સાથે થાય છે. ચંદ્રની કળાના આધારે બનતી તિથિઓ આધારિત મહિનાઓ અને દિવસો વડે ગણતરી મંડાય છે. એક મહિનામાં ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેંચવામાં આવી છે. જ્યારે હકિકતમાં ચંદ્ર 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહિને પંચાગમાં એક તિથિનો ક્ષય થાય છે અથવા તો વધારો થાય છે. સામાન્ય રીતે ચંદ્રની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે.
ચંદ્ર 30 કળાઓને 30 દિવસ એટલે કે એક મહિનાના સમય કરતા પહેલા પૂરી કરી લે છે. આ ગણતરીના આધારે પંચાગમાં તિથિમાં વધ ઘટ થાય છે. આથી ઘણી વાર દિવસ દરમિયાન જ તિથિ બદલાઈ જતી હોય એવું પણ બનતું હોય છે. આવી ગણતરી મુજબ જ ધોકાના દિવસે સૂર્યોદય સમયે અમાસ હોય છે અને નવા વર્ષની તિથિ શરૂ થઈ હોતી નથી. નવા વર્ષનો પ્રથમ દિવસ અત્યંત મહત્ત્વનો હોય છે તેનું સ્વાગત લોકો દેવદર્શન જવાથી કરે છે.




