Gujarat

સુરતમાં વરસાદ ન પડયો પણ ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડીને 16 ડિગ્રીએ

By GS Team
29 Dec 20211 min read
This article was originally published on 29 Dec 2021
સુરતમાં વરસાદ ન પડયો પણ ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડીને 16 ડિગ્રીએ

- આઠ કિલોમીટરની ઝડપે ઉત્તર-પૂર્વના પવનો ફુંકાતા રાત્રિનું તાપમાન એકાએક ગગડી ગયું

       સુરત

સુરત જિલ્લામાં કેટલાક ઠેકાણે વરસાદની આગાહી થઇ હતી. પરંતુ આજે વરસાદ તો નહીં વરસ્યો, પરંતુ દિવસનું તાપમાન સાડા ત્રણ ડિગ્રી અને રાત્રીનું તાપમાન ત્રણ ડિગ્રી નીચે સરકતા કાતિલ ઠંડીની સાથે જ કલાકના આઠ કિ.મીની ઝડપે ઠંડા પવને શહેરીજનોને કોલ્ડવેવનો અનુભવ કરાવ્યો હતો.

હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન આજે સુરતનું અધિકતમ તાપમાન 26.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 16.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 43 ટકા, હવાનું દબાણ 1014.2 મિલીબાર અને ઉતર-પૂર્વીય દિશામાંથી કલાકના આઠ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક ઠેકાણે વરસાદ વરસવાની આગાહી કરાઇ હતી. સુરત શહેરમાં વરસાદ તો ના વરસ્યો, પરંતુ દિવસ -રાત ઠંડીથી શહેરીજનોને ધુ્રજાવ્યા હતા. મંગળવારે સુરતનું દિવસનું તાપમાન 30.0 ડિગ્રી હતુ. અને રાત્રીનું તાપમાન 19.2 ડિગ્રી નોંધાયુ હતુ. આમ આજે સાડા ત્રણ અને ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની સાથે ઠંડા પવન ફુંકાતા શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ માણ્યો હતો.