Gujarat

લગ્ન પ્રસંગમાં ગયેલા મ્યુનિ. કોર્પો.ના કર્મચારીના ઘરે ચોરી

By GS Team
1 Jun 20201 min read
This article was originally published on 1 Jun 2020
TukuTouch Logo
સાળાના ઘરે લગ્નપ્રસંગે ગયેલા કોર્પોરેશનના કર્મચારીના બંધ મકાનમાંથી ચોરટોળકી ૬૬ હજારની મત્તા ચોરી ગઇ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્ન પ્રસંગમાં ગયેલા મ્યુનિ. કોર્પો.ના કર્મચારીના ઘરે ચોરી

વડોદરા, તા. 1 જૂન, 2020 સોમવાર

સાળાના ઘરે લગ્નપ્રસંગે ગયેલા કોર્પોરેશનના કર્મચારીના બંધ મકાનમાંથી ચોરટોળકી ૬૬ હજારની મત્તા ચોરી ગઇ હતી. 

આ અંગેની વિગત એવી છે કે ફતેપુરા મંગલેશ્વરઝાંપા વિસ્તારમાં રહેતા ધરમસિંહ રામજીભાઇ સોલંકી કોર્પોરેશનના વોર્ડ નં-૧ લહેરીપુરા સેનેટરી વિભાગમાં  સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. ૧લી જૂને સાળા નવીનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન હોય ધરમસિંહ સોલંકી ઘર બંધ કરીને ગત ૨૯મી તારીખે સાળાના ઘરે છાણી ગયા હતા. તે દરમિયાન તેમના મકાનની લોખંડની જાળીનું તાળુ તોડીને ચોરટોળકી રોકડા અઢી હજાર અને સોનાચાંદીના દાગીના મળીને કુલ ૬૬,૫૦૦ રૃપિયાની મત્તા ચોરી ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જ્યારે અન્ય એક બનાવમાં પ્રતાપનગર રણમુકતેશ્વર રોડ પર અક્ષર ફલેટમાં  રહેતા શાંતાબેન દલસુખભાઇ ચુનારા ગતરાત્રે મકાનને તાળુ મારી ફલેટની અગાશી પર સૂવા માટે ગયા હતા. તે દરમિયાન મકાનના દરવાજાનો નકુચો તોડીને ચોરટોળકી રોકડા રૃપિયા ૨૦ હજાર અને સોનાના દાગીના મળીને ૪૦ હજારની મત્તા ચોરી ગઇ હતી. જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.