Gujarat
મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોરી
By GS TEAM
24 Dec 20251 min read

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.ની ચાર કંપનીમાંથી ચોર ટોળકી દોઢ મહિના દરમિયાન કુલ ૪.૪૮ લાખની ચોરી થઇ હતી. આ કેસમાં પોલીસે શકમંદોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
માંજલપુર કૃપલ સોસાયટીમાં રહેતા અતુલભાઇ મણીલાલ પંચાલની મકરપુરા જી.આઇ.ડી.સી.માં કંપનીમાંથી ચોર ટોળકી ગયા મહિને સ્ટીલની બે પ્લેટ તથા કોપરના વાયર મળી કુલ ૭૫ હજારની મતા ચોરી ગઇ હતી. તેવી જ રીતે મકરપુરા આમ્રપાલી સોસાયટીમાં રહેતા નરેશભાઇ બચ્ચુપ્રસાદ મહંતોની કંપનીમાંથી ગત અઠવાડિયે સ્ટીલની રિંગો મળી કુલ ૧.૬૭ લાખ, મકરપુરા રોડ રવિ પાર્ક સોસાયટીમાં રહેતા મનિષાબેન કનુભાઇ પટેલની કંપનીમાંથી ગત શનિવાર અને રવિવારની રજા દરમિયાન કોપરના વાયર કિંમત રૃપિયા ૧.૩૦ લાખ તથા માંજલપુર સહજાનંદ આયરીશમાં રહેતા યશ રાકેશભાઇ શાહની કંપનીમાંથી બ્રાસના સાધનો મળી કુલ રૃપિયા ૭૬,૫૦૦ ની મતાની ગયા મહિને ચોરી થઇ હતી.








