Gujarat

યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી

By GS TEAM
15 Oct 20251 min read
યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી

લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી બાળક જન્મ્યા બાદ તેને સ્વીકારવાનો ઇનકાર કરી તરછોડી દેવાના મામલે કપુરાઇ પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મૂળ છોટાઉદેપુરની અને હાલ સુરત સબંધીના ઘરે રહેતી ૨૯ વર્ષની યુવતીએ સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આસપુર ગામના રહેવાસી ચિરાગ ચંદાણા સાથે તેને પ્રેમ સંબંધ હતો. ચિરાગે યુવતીને લગ્ન કરવાનું વચન આપીને વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ દરમ્યાન વડોદરાની એલ એન્ડ ટી કંપની પાસે આવેલા ફ્લેટ સહિત અનેક સ્થળોએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમ્યાન યુવતી ગર્ભવતી બની અને બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મ બાદ જ્યારે યુવતીએ ચિરાગને લગ્ન કરવા કહ્યું ત્યારે તેણે ઈનકાર કરી યુવતી તેમજ તેના બાળકને તરછોડી દીધા હતા. યુવતીની ફરિયાદના આધારે સુરત પોલીસે ઝીરો નંબરથી કેસ નોંધીને ફરિયાદ અત્રેના કપુરાઇ પોલીસને મોકલી આપી હતી, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.