Gujarat
વડોદરા: ઘરમાં ઘુસી યુવાને મહિલાને બાથમાં લીધી અને સબંધ રાખવા જબરજસ્તી
By GS Team
24 Nov 20211 min read
This article was originally published on 24 Nov 2021

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર
વડોદરા નજીકના એક ગામમાં બે સંતાનની માતા ઘેર એકલી હોય અને પતિ કામ માટે બહાર હોય ત્યારે શેરખી ગામમાં દલપતનગર ખાતે રહેતો રાજ ચન્દ્રસિંહ ગોહિલ અચાનક આવીને મહિલાનો હાથ પકડી પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.
છેલ્લા ત્રણ માસથી રાજની હરકતોથી કંટાળી મહિલાએ રાજને મારવાની ધમકી આપી હતી પરંતુ રાજ મહિલાને હેરાન કરતો હતો. સવારે રાજ મહિલાના ઘર પાસે જઈ બદનામ કરવાની ધમકી આપી મોટે મોટેથી અપશબ્દો બોલતો હતો. આ અંગે મહિલાએ રાજ ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.




