Get The App

ડભોઇ વડોદરા રોડ પર રેતી ભરેલી ટ્રકના તોતિંગ પૈંડા બાઇકસવાર પર ફરી વળતા મોત

૭ મી તારીખે મરનારની ભાણીના લગ્ન હતા : ટ્રકચાલક સામે ગુનો દાખલ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ડભોઇ વડોદરા રોડ પર   રેતી ભરેલી ટ્રકના તોતિંગ  પૈંડા બાઇકસવાર પર ફરી વળતા મોત 1 - image

ડભોઇ.ડભોઇ વડોદરા રોડ ઉપર કુંઢેલા ગામ નજીક ગઇકાલે સાંજે રેતી ભરેલી ટ્રક બાઇકસવાર પર ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતમાં બાઇકસવારનુ મોત થયું હતું. 

ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે ટેકરાવાળા ફળિયામાં રહેતા ૪૨ વર્ષના વિરલ મહેન્દ્રભાઇ  પટેલ ખેતીકામ કરે છે. ગઇકાલે સાંજે તેઓ બાઇક લઇને વડોદરા તેમના ઘરે જઇ રહ્યા હતા. પલાસવાડાથી થોડે દૂર રેતી ભરેલી ટ્રકના ચાલકે વિરલની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. ટ્રકના તોતિંગ પૈંડા તેમના  પર  ફરી વળતા કમર તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેઓનું મોત થયું હતું. ડભોઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહંોચી ટ્રાફિક હળવો કર્યો  હતો. પોલીસે જણાવ્યું હતું કે, ૭ મી તારીખે મૃતકની ભાણીના લગ્ન હતા.