Gujarat

ઉત્તર ગુજરાતમાં પલટાયેલા વાતાવરણથી રવિવારે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
ઉત્તર ગુજરાતમાં પલટાયેલા વાતાવરણથી રવિવારે તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો

મહેસાણા, ધાનેરા, તા.23

ઉત્તર ગુજરાતમાં બે દિવસથી પલટાયેલા વાતાવરણથી ધરતીપુત્રોની ઉંઘ ઉડી ગઇ હતી.  જો કે આગાહી પ્રમાણે કમોસમી માવઠાની અસર નહીવત રહેતા હાશકારો અનુભવ્યો હતો. શનિવારના રોજ ફૂંકાયેલા ઠંડા પવનોની અસર મધ્યરાત્રી શરૃ થયેલા ઠંડીના ચમકારાએ રવિવારની વહેલી સવાર સુધી ઠંુઠવાતા જોવા મળ્યા હતા. જો કે, હજુ બે દિવસ તીવ્ર ઠંડીનો અહેસાસ વર્તાશ. રાજ્ય હવામાન વિભાગે આગામી ૨૭મી સુધી વાતાવરણ ડ્રાય રહેવાની આગાહી કરી છે.

શિયાળો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શિયાળા દરમીયાન ે છેલ્લા એક માસમાં ગ્લોબલ વોર્મીગ અને વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરથી પાંચ વાર વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ પડયો હતો.જેમાં ઉત્તર ગુજરાતમાં  બે દિવસ અગાઉ પલટાયેલા વાતાવરણ બાદ રવીવારે વહેલી સવારે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો હતો. હજુ વધુ પાંચ દિવસ  ર્તીવ્ર  ઠંડીનો સામનો કરવો પડશે. જો કે ઉત્તરાયણ બાદ સૂર્યનુ ઉત્તર તરફનુ પ્રયાણ થતાં ધીમે ધીમે દિવસ મોટો થતો હોય છે. તેમજ ઠંડીમાં પણ ક્રમશઃઘટાડો જોવા મળતો હોય છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા ૨૧મીથી ૨૭ સુધી વાતાવરણ સુષ્ક રહેશે તેમજ હજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે ઉત્તર ગુજરાતમાં નહીવત અસર વર્તાવાની શક્યતા નકારી શકાય નહી. ડીસા હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ મહત્તમ તાપમાન ૨૧.૫ તથા મિનિમમ ૧૧ ડીગ્રી રહ્યું છે. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૬૫ ટકા  તેમજ પવનની ગતિ ૧૨ કીમી રહી છે.   ગ્લોબલ વોર્મીગ અને અપર એતર સાયકલોન સિસ્ટમ સર્જાતા  ચાલુ માસમાં બીજી  અને સિઝનમાં  પાંચમી વાર કમોસમી વરસાદ થયો છે.