Gujarat

પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીના પગલે તંત્ર દોડતું થયું

By GS TEAM
27 Feb 20261 min read
પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીના પગલે તંત્ર દોડતું થયું

 વડોદરા, રાજ્યભરમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદથી સઘન ચેકિંગ  હાથ ધરવામાં આવ્યું હતું.જોકે, ચેકિંગ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહી આવતા  પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

રાજ્યની વિવિધ પોસ્ટ ઓફિસ તથા  પાસપોર્ટ ઓફિસને  નિશાન બનાવવાના ધમકીભર્યા મેલના  પગલે રાજ્યભરમાં તંત્રને સતર્ક કરવામાં આવ્યું હતું. જેના પગલે હેડ ઓફિસ દ્વારા  તમામ બ્રાંચમાં ચેકિંગ કરવાની સૂચના મળી  હતી. જેના પગલે ગોધરા જુહરપુરા વિસ્તારમાં  આવેલી પોસ્ટ ઓફિસ,ભરૃચની પોસ્ટ ઓફિસ અને  પાસપોર્ટ ઓફિસ,  છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસ, દાહોદ જિલ્લાની પાસપોર્ટ ઓફિસ તથા રાજપીપળા પોસ્ટ ઓફિસમાં બી.ડી.એસ.ને સાથે રાખી સ્થાનિક  પોલીસ  દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નહતી. જોકે, ધમકી અને ચેકિંગના પગલે ઓફિસમાં આવેલા નાગરિકોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.