Gujarat

જુહાપુરામાં ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

By GS Team
28 Oct 20211 min read
This article was originally published on 28 Oct 2021
જુહાપુરામાં ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021

દક્ષિણ-પશ્ચિમ ઝોના મકતમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા વિસ્તારમાં ગુરૃવારે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલી બે દુકાનો તોડી પાડવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે જુહાપુરામાં ટી.પી.સ્કીમ. નંબર-૯૩-બી ના ફાયનલ પ્લોટ નંબર-૯-૨, મેમણ હોલ રોડ ઉપર આવેલી આમિર પાર્ક સોસાયટી પાસે ૧૩૫ ચોરસ ફૂટ જગ્યામાં બાંધવામાં આવેલી બે દુકાનોના બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયુ છે.