માતાના પ્રેમીએ હથોડી મારીને હત્યા કરી દઈ લાશને પેટ્રોલથી સળગાવી

મહેસાણા,તા.3
ચાર દિવસ પહેલા મહેસાણા બાયપાસ રોડ ઉપર આવેલા ખારી નદીના
બ્રીજ નીચે બાળળની ઝાડીઓમાંથી મળેલી યુવતીની લાશનો ભેદ આખરે ઉકેલાયો છ.જેમાં
તેણીની માતાના પ્રેમીએ તેની પાછળ ખર્ચ કરવો ના પડે તે માટે હથોડીના ઘા ઝીંકીને
હત્યા કરી નાંખી હોવાની હકિકત સામે આવી છે.પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાના બાયપાસ રોડ પર આવેલા બ્રીજ નીચેની બાવળની
ઝાડીઓમાંથી એક અજાણી યુવતીની નગ્ન અને બળેલી હાલતમાં લાશ મળી આવી હતી.જેની હત્યા
થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા પોલીસે જુદીજુદી ટીમો બનાવીને મરનારની ઓળખ અને
આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન મહેસાણા તાલુકાના પીઆઈ
એલ.આર.પારગીને મળેલી બાતમીના આધારે મળ અમદાવાદના કઠવાડા પાસેના નવરંગપુરાના અને હાલમાં
ચાણસ્માની પટેલ સોસાયટીમાં રહેતા પરેશ ઠાકોરભાઈ જોષીની અટકાયત કરીને તેની
પુછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.જેમાં આરોપી ઉત્તર પ્રદેશના
અલીગઢ જિલ્લાની અને હાલમાં મૃતકની માતા કામીની સતેન્દ્રસીંહ જાટ સાથે પ્રેમ સબંધ
હતો. તે પ્રેમીકા અને તેની દિકરી ભુમી (વર્ષ ૧૯) નો ખર્ચ ઉઠાવતો હતો.જેથી તેણી
પાછળ ખર્ચા ના કરવા પડે તે માટે ગત તા.૨૮-૧૧-૨૦૨૧ના રોજ રાત્રે આઠેક વાગ્યાના
સુમારે સિધ્ધપુરથી ભુમીને મહેસાણા જવાનું કહીને પોતાની ગાડીમાં લઈ ગયો હતો અને
મહેસાણા બાયપાસ રોડ પરના બ્રીજ નીચે બાવળની ઝાડીઓમાં લઈ જઈ હથોડીના ઘા ઝીંકી દઈ
હત્યા કરી નાંખી હતી.ત્યારબાદ પુરાવા નાશ કરવાના હેતુથી તેની લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હોવાનું
ખુલ્યું હતું.
યુવતીએ પહેરેલા દાગીના અને ઘડીયાળથી ઓળખ થઈ
મહેસાણા બાયપાસ નજીકથી મળી આવેલી અજાણી યુવતીની લાશના ફોટા
પોલીસે સોશિયલ મિડીયા અને માધ્યમમોમાં પ્રસારીત કરતા સિધ્પુરના ભીમનગરમાં રહેતા એક
પરિવારની દિકરી હોવાનું જાણવા મળેલ.જેથી સિધ્ધપુરથી ચાણસ્મા જતા રહેલ મરનારની
માતાને મૃતકે પહેરેલ દાગીના અને ઘડીયાળ બતાવતા તેણીએ મરનાર પોતાની દિકરી ભુમી
હોવાની ઓળખ કરી હતી.




