Get The App

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ

વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં ગોતા ખાતે લોટસ પાર્ક રુપિયા વીસ કરોડના ખર્ચે બનાવવા જાહેરાત કરાઈ હતી

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે,  શેલામાં ૧૨૮ કરોડના  ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ 1 - image

અમદાવાદ,શુક્રવાર,6 માર્ચ,2026

અમદાવાદના સાઉથ બોપલના શેલામાં રુપિયા ૧૨૮ કરોડના ખર્ચે શહેરનો સૌથી મોંઘો બગીચો બનાવવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં ગોતા ખાતે રુપિયા વીસ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવાની જાહેરાત બજેટમાં કરાઈ હતી.જે અચાનક જ રદ કરી ધાતલા તલાવડી પાસે ૩૭,૦૩૩ ચોરસ મીટર જમીન ઉપર લોટસપાર્ક બનાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. સ્થળ બદલાવાની સાથે લોટસ પાર્ક બનાવવાના અંદાજમાં પણ અધધ કહી શકાય એવો વધારો કરવામા આવ્યો છે.

અગાઉ શહેરના એસ.જી.હાઈવે ઉપર લોટસ પાર્ક  અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયાના નામથી રુપિયા વીસ કરોડના ખર્ચે બગીચો બનાવવાની  જાહેરાત કરાઈ હતી.શેલામા જગ્યા વિશાળ પ્રમાણમા મળતી હોવાથી લોટસ પાર્ક બનાવવા મંજૂરી અપાઈ હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ હતુ.આ લોટસ પાર્કમાં દેશના અલગ અલગ રાજયોના ફુલ  ઉગશે.ફલાવર મ્યુઝિયમ ઉપરાંત ગ્લો ગાર્ડન પણ બનાવાશે.આ પ્રોજેકટને કમળ આકાર આપવામા આવશે.ફલોરલ મ્યુઝિયમમા વિદેશના ફુલોનુ પ્રદર્શન કરવામા આવશે.કલબ ૦૭થી ૩૦ મીટરનો પ્રવેશ દ્વાર હશે.બગીચાની અંદર ફલાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટી મિડીયા થિયેટર અને બેસવા માટેની ખુલ્લી જગ્યા હશે.મુલાકાતીઓ માટે કેટલી પ્રવેશ ફી લેવી તેનો નિર્ણય પ્રોજેકટ પુરો થયા પછી કરવામા આવશે.એમ્યુઝમેન્ટ પાક બનાવવા અંગે આયોજન કરાયુ છે.