Get The App

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો 1 - image

Jamnagar Police : જામનગર પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાંથી મધ્યપ્રદેશના લૂંટ કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

મધ્યપ્રદેશ રાજ્યના જાંબવા જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટના ગુનાના મુખ્ય સુત્રધારને જામનગર એલ.સી.બી. હેઠળની પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને બાતમી મુજબ મધ્યપ્રદેશના રાણાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 309(4) હેઠળના લૂંટના ગુનામાં ફરાર મુખ્ય સુત્રધાર મુકેશભાઈ રમણભાઈ મોહનીયા હાલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમ વિસ્તારમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તાત્કાલિક ગોરખડી ગામની સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને આરોપી મુકેશભાઈ રમણભાઈ મોહનીયાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.