અમદાવાદથી માત્ર 140 કિમી દુર સિંહે દેખા દીધી

અમદાવાદ,તા.23.ફેબ્રુઆરી.2022
ગુજરાતની શાન સમા ગીરના સિંહનો વ્યાપ વધી રહ્યો છે.હવે અમદાવાદથી માત્ર 140 કિલોમીટર દુર સિંહ નજરે પડ્યો છે.
આ સિંહને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યો હોવાથી જંગલ ખાતાના અધિકારીઓ તેની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે.
છેલ્લા તે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કથી પાંચ કિમી દુર ગયા સપ્તાહે નજરે પડ્યો હતો.એવુ લાગે છે કે, સિંહે આ વિસ્તારને ઘર બનાવી દીધુ છે.
અમરેલીથી 75 થી 100 કિમી દુર નજરે પડેલા ત્રણ સિંહોના ગ્રુપનો જ આ સિંહ સભ્ય હોવાનુ પણ મનાઈ રહ્યુ છે.જંગલ ખાતાના અધિકારીઓનુ કહેવુ છે કે, અમે તેને અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં નહીં પહોંચવા દેવા માટે પ્રયાસ કરી રહ્યા છે.જો આ સિંહ અમદાવાદ જિલ્લાની નજીક પહોંચ્યો તો તેને અમે તેના મૂળ વિસ્તાર તરફ ડાયવર્ટ કરીશું.
પોતાની સરહદ વિસ્તારવાનો પ્રયાસ કરી રહેલો આ સિંહ અમરેલી વિસ્તારથી જ અહીં સુધી આવ્યો છે.તેનીવ ય પાંચ વર્ષની છે.કારણકે હાલમાં અમેરેલીથી નજીક દેખાયેલા ત્રણ સિંહોના જૂથમાં અત્યારે બે જ સિંહ જોઈ શકાય છે.
જે ત્રણ સિંહ અમરેલી વિસ્તારમાં પહોંચી ગયા છે તે લાઠી અને કાકરચ વિસ્તારને પોતાનુ રહેઠાણ બનાવનારા સિંહોના જૂથના જ છે.
સિંહોના અભ્યારણ્ય સીવાયના વિસ્તારોમાં સિંહ દેખાવાની ઘટના છેલ્લા બે વર્ષથી વધી ગઈ છે.આ સમયગાળામાં સુરેન્દ્ર નગર, રાજકોટ અને બોટાદ નજીક પણ સિંહ દેખાઈ ચુકયા છે.
મે 2020માં થયેલા અવલોકન દરમિયાન ગુજરાતમાં કુલ 674 સિંહ હોવાની ગણતરી થઈ હતી.છેલ્લે 2015માં ગણતરી કરાઈ ત્યારે ગુજરાતમાં 523 સિંહ હતા.




