Gujarat

જામનગર: મોરકંડાની યુવતીને ભુજમાં રહેતા સાસરિયાઓએ દહેજના કારણે ઘરમાંથી કાઢી મુકી

By GS Team
22 Nov 20211 min read
This article was originally published on 22 Nov 2021
જામનગર: મોરકંડાની યુવતીને ભુજમાં રહેતા સાસરિયાઓએ દહેજના કારણે ઘરમાંથી કાઢી મુકી

જામનગર, તા. 22 નવેમ્બર 2021 સોમવાર

જામનગર માં વધુ એક યુવતી દહેજભૂખ્યા સાસરિયાઓના ત્રાસનો શિકાર બને છે, અને યુવતીને ભુજમાં રહેતા તેણી ના શ્વસુર પક્ષના સભ્યોએ દહેજના કારણે મારકૂટ કરી ચારિત્ર્ય અંગે ત્રાસ ગુજારી નિસંતાન હોવાથી મેણા-ટોણા મારી ઘરમાંથી હાંકી કાઢયાની ફરીયાદ કરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોરકંડામાં ગરીબ નવાજ સોસાયટી માં રહેતી અને ભુજ પરણાવેલી નફીસા બેન રહીમભાઈ નામની 23 વર્ષની પરિણીત યુવતી એ પોતાને દહેજના કારણે ત્રાસ ગુજારી  નિસંતાન હોવાથી વાંઝણી પણા, અંગેના મેણાં મારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

જેથી તેને પોતાના પતિ રહીમ કાસમભાઈ રૂંઝા, સાસુ કુસુમબેન કાસમભાઈ, સસરા કાસમભાઈ ઇબ્રાહીમભાઇ તથા નણંદ શહેનાઝ સલીમ હાલેપોત્રા સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે ચારેય આરોપીસઓ સામે દહેજ ધારા ભંગ અંગે ની કલમ ઉપરાંત સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નજીવનના એક વરસ બાદ અત્યાર સુધીમાં નફીસા બેન ને દહેજ બાબતે ત્રાસ અપાતો હતો, ઉપરાંત ચારિત્ર્ય અંગે શંકા કુશંકા કરી સંતાન થતું ન હોવાથી તું વાંઝણી છો, એવા પણ મેણાં મારવામાં આવતા હતા. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.