Gujarat

નશામાં ધૂત પતિએ મારઝૂડ કરી પત્નીને ઝેરી દવા પીવડાવી દીધી

By GS Team
20 Mar 20222 mins read
This article was originally published on 20 Mar 2022
નશામાં ધૂત  પતિએ મારઝૂડ કરી પત્નીને  ઝેરી દવા પીવડાવી દીધી

અમદાવાદ,રવિવાર 

દહેજના દૂષણના કારણે રખિયાલમાં રહેતી પરિણિતાનું લગ્નના દોઢ વર્ષમાં ઘર ભાગ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં નશામાં ધૂત પતિએ પત્નીને મારઝૂડ કરીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આ બનાવ અંગે રખિયાલ પોલીસે પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાસરીયા પરિણિતાને  કહેતા તું  દહેજના પાંચ લાખ  રૃપિયા નહી લાવે તો તને ઘરમાં રાખીશું નહી  

રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, જે.વી.રાઠોડના જણાવ્યા મુજબ   રખિયાલમાં સુખરામગર પાસે સંતવિનોબાભાવે નગર ખાતે રહેતા ટ્વીન્કલબહેન નિખીલભાઇ ચાવડા (ઉ.વ.૨૯)  પડોશમાં રહેતા પતિ નિખીલભાઇ મૂળજીભાઇ ચાવડા સહિત પરિવારના ત્રણ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાના  દોઢ વર્ષ પહેલા જ્ઞાાતિના રિતી રિવાજ મુજબ પડોશમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ નાની નાની બાબતે તકરાર કરીને સાસરીયા દ્વારા માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો.

એટલું જ નહી સાસરીવાળા દહેજમાં પાંચ લાખની માંગણી કરીને કહેતા કે   તું  દહેજના પાંચ લાખ  રૃપિયા નહી લાવે તો તને ઘરમાં રાખીશું નહી, એટલું જ નહી ગઇકાલે સાંજે ફરિયાદી મહિલા કંટાળી ગઇ હોવાથી કપડાં પેક કરતી હતી  આ વખતે પતિ આવી ગયા હતા અને કેમ કપડાં પેક કરેે છે, તેમ કહેતા પત્નીએ  કહ્યું પાંચ દિવસથી માનસિક શારિરીક ત્રાસઆપવામાં આવે છ ે તે સહન થતો નથી જેથી હું પિયરમા જાઉછું તેમ કહેતાની સાથે જ  દારુના નશામાં ધૂત પતિએ પત્ની સાથે  મારઝૂડ કરી હતી અને પતિએ બ્લીચીંગ પાઉડરનું પાણી તથા ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હતી. મહિલાએ બુમાબુમ કરતાં માતા-પિતા દોડી આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.