Get The App

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે 1 - image

ફોર્મમાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય

૨૮ મે છેલ્લી તારીખ પણ૨૧ મે સુધી વિદ્યાર્થીઓને માર્કશીટ કે લિવીંગ સર્ટી મળ્યા ન હતા, એમએસયુાઈની માંગ

ભાવનગરધો.૧૨ બાદ જીકાસની પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ છે. જોકે જીકાસ દ્વારા તા. ૨૮ મે સુધીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા પ્રથમ રાઉન્ડમાં જાહેરાત કરી છે. જો કે વિદ્યાર્થીને ૨૧ મે સુધી માર્કશીટ કે લિવીંગ સર્ટી મળ્યા નથી ત્યારે સાત દિવસનો સમયગાળો વધારવા માંગણી ઉઠવા પામી છે.

એકેડમીક વર્ષ ૨૬-૨૭ના પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડના ફોર્મ ભરવા માટે તા. ૨૮-૫ તા. સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાનું રહેશે. તેવી સૂચના આપવામાં આવી છે. ધો. ૧૨નું પરિણામ જાહેર થયા બાદ તા. ૨૧-૫ સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ સ્કુલલિવિંગ આપવામાં આવેલ ન હતા. તમામ ડોક્યુમેન્ટ પ્રવેશ પ્રક્રિયામાં જરૃર હોય આથી જીકાસની પ્રવેશ પ્રક્રિયાના પહેલા રાઉન્ડમાં સાત દિવસનો વધારો કરવા એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી હતી.