Gujarat
પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી
By GS TEAM
1 May 20261 min read

વડોદરા,
વાઘોડિયારોડ પર પરિવાર ઉપરના માળે સૂતો હતો. તે દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોર ટોળકી ચોરી કરી ગઇ હતી.જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વાઘોડિયારોડ સુરભીપાર્ક સોસાયટીમાં રહેતા ભૌતિકભાઇ પ્રજાપતિ દીવાળીપુરા કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેમનો પુત્ર અમેરિકામાં નોકરી કરે છે. ગત ૨૧ મી તારીખે તેઓ નોકરી પર હતા. તે દરમિયાન તેમના માતાની તબિયત બગડતા તેમના પત્ની અને પિતા તેઓેને સારવાર માટે વાઘોડિયારોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં લઇ ગયા હતા. માતાને દાખલ કરતા રાત્રે તેમના પિતા હોસ્પિટલમાં રોકાયા હતા. જ્યારે ભૌતિકભાઇ અને તેમના પત્ની ઘરે આવીને નીચેનો દરવાજો બંધ કરી ઉપરના માળે સૂઇ ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી ઘરમાંથી રોકડા ૧૫ હજાર તથા સોનાની બુટ્ટી કિંમત ૯૦ હજારની ચોરી ગઇ હતી.








