Gujarat

વૈદિક હોળી માટેનો ક્રેઝ વધ્યો , અમદાવાદ મ્યુનિ.એ હોળી કીટ માટેના ઓર્ડર લેવાનુ બંધ કર્યું

By GS TEAM
28 Feb 20261 min read
વૈદિક હોળી માટેનો ક્રેઝ વધ્યો , અમદાવાદ મ્યુનિ.એ હોળી કીટ માટેના ઓર્ડર લેવાનુ બંધ કર્યું

 અમદાવાદ,શુક્રવાર,27 ફેબ્રુ,2026

અમદાવાદમાં પર્યાવરણ બચાવવાના હેતુથી શહેરીજનોમાં વૈદિક હોળી માટેનો ક્રેઝ વધી રહયો છે.જયારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી.વિભાગે વૈદિક હોળી કીટ માટેના નવા ઓર્ડર લેવાનુ બંધ કરવાની જાહેરાત કરવી પડી છે. શહેરના ૧૩૧ સ્થળોએ બે દિવસ પહેલા વૈદિક હોળીની કીટ તંત્ર દ્વારા પહોંચતી કરવામા આવશે.

કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી બનાવેલ સ્ટીક,ટીકકી ,છાણની પ્રોડકટસ,પુજા સામગ્રી સાથેની કીટ તૈયાર કરવામા આવી છે.હોળી પર્વ દરમિયાન લાકડાનો ઉપયોગ ઘટે એ માટે તંત્ર તરફથી કરવામા આવેલી પહેલ દરમિયાન એક સપ્તાહમાં ૧૦૧ કીટની તૈયારી સામે ૧૩૧ શહેરીજનો દ્વારા ઓનલાઈન રુપિયા ૨૫૦૦ના ટોકન ઉપરાંત ગૌ સેવા ડોનેશન સાથે રુપિયા ૩.૨૭ લાખ આપવામા આવ્યા હતા.તંત્રની ધારણા કરતા પણ વધુ બુકીંગ આવતા કીટ માટે નવા ઓર્ડર લેવાનુ બંધ કરવુ પડયુ હતુ.ગાંધીનગરથી પણ કોર્પોરેશનને બુકીંગ મળ્યા હતા.જેમાં ત્રિ મંદિર અને જગન્નાથ મંદિર, અડાલજ તથા ભાટ ગામનો સમાવેશ થાય છે.

વૈદિક હોળી કીટ માટે કયા ઝોનમાંથી કેટલા બુકીંગ

ઝોન    સંખ્યા

ઉત્તર   ૦૮

દક્ષિણ  ૧૫

પૂર્વ    ૨૦

મધ્ય   ૧૨

ઉ.પ.   ૪૧

દ.પ.   ૨૧