Get The App

જુલાઈ અંત સુધીમાં શહેરને વધુ એક બ્રિજ મળશે, મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરાયા

૭૨ કરોડના ખર્ચથી તૈયાર થઈ રહેલ બ્રિજની કામગીરી પુરી થતાં મકરબા,વેજલપુરના રહીશોને રાહત મળશે

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
જુલાઈ અંત સુધીમાં શહેરને વધુ એક બ્રિજ મળશે, મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરાયા 1 - image

અમદાવાદ,શુક્રવાર,22 મે,2026

અમદાવાદને આ વર્ષે જુલાઈ અંત સુધીમાં વધુ એક બ્રિજ મળશે. રુપિયા ૭૨ કરોડથી તૈયાર થઈ રહેલા મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરવાની કામગીરી પુરી કરવામા આવી છે. બ્રિજ તૈયાર થતાં મકરબા,વેજલપુર અને એસ.જી.હાઈવે ઉપર રહેતા અંદાજે એક લાખ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.

હાલમાં મકરબા બ્રિજની કામગીરી ચાલી રહી છે.જેમાં ૧૮મેના રોજ રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રાફિક બ્લોક આપવામા આવ્યો હતો.૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરવાની કામગીરી રેલવે વિભાગ સાથે સંકલન કરીને પુરી કરવામા આવી છે.ગર્ડરની કામગીરી પુરી થવાથી બ્રિજની આગળની કામગીરી વધુ ઝડપી બનશે.ખાસ કરીને મકરબા,વેજલપુર તથા કોર્પોરેટ રોડ અને એસ.જી.હાઈવે વચ્ચેની કનેકટિવીટી વધુ મજબૂત થશે.લોકોને રોજીંદી ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળશે.હાલમાં રેલવે ફાટક ઉપર લાંબા સમય સુધી વાહન લઈ લોકોને રાહ જોવી પડે છે. આ કારણથી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળે છે.વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈ કામગીરી સમયસર પુરી કરવા તાકીદ કરાઈ છે.

ફોરલેન ઓવરબ્રિજની વિશેષતા શું ?

મકરબાથી કોર્પોરેટ રોડ વાયએમસીએ સ્ટ્રેચ ઉપર અંદાજે ૬૩૬.૮૯ મીટર લંબાઈ અને ૧૬.૪૦ મીટર પહોળો આ ઓવરબ્રિજ બનાવવા  કોર્પોરેશન તરફથી આશિષ બ્રિજ કોનને કામ આપવામા આવ્યુ  છે.ડિઝાઈન બદલાવાના કારણે બ્રિજની કામગીરી ચાર મહિના જેટલી પાછળ ચાલી રહી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.