Gujarat

બારડોલીના કડોદ ખાતે બાળકોને શાળામાં વરલી પેઇન્ટિંગ દ્વારા કરાવાઈ રહ્યો છે અભ્યાસ

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
બારડોલીના કડોદ ખાતે બાળકોને શાળામાં વરલી પેઇન્ટિંગ દ્વારા કરાવાઈ રહ્યો છે અભ્યાસ

- શિક્ષકોનો નવતર પ્રયોગ... પેઇન્ટિંગ સાથે ભણતર

પ્રતિનિધિ દ્વારા,

શાળાઓ માં ભાર વિના ના ભણતર પર હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.તે છતાંપણ હવે બાળકોનું શિક્ષણ ભાર વાળું થઈ ગયું છે.જો કે બારડોલી તાલુકા ના કડોદ ગામ ની કુમાર પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓ ને બહાર વિના નું ભણતર આપવામાં આવી રહ્યું છે.અને એ પણ કલા ના સમન્વય સાથે.શુ તમે ક્યારેય સાંભળ્યું છે કે વરલી પેઇન્ટિંગ થી બાળકો શબ્દો અને મૂળાક્ષરો પણ શીખી શકે છે.વરલી પેઈન્ટિંગ થકી બાળકો ને અભ્યાસ કરાવવાનો કદાચ આ પહેલો જ પ્રયત્ન હશે.

કોરોના કાળ દરમિયાન ઘણા બાળકો વાંચવાનું અને લખવાનું ભૂલી ગયા છે .આવા બાળકોમાં શાળાના શિક્ષકો દ્વારા ફરી એકવાર લેખન કળા અને ફરીથી વાંચતા થાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. તો બીજી તરફ એક એવી સરકારી શાળા છે જ્યાં બાળકોને કલાના સમન્વય સાથે ભણાંવવામાં આવી રહ્યા છે. આ અંગે શાળાના શિક્ષિકા ડો.મનાલી બેન દેસાઈએ કહ્યું કે :"બાળકોને બહાર વિનાના ભણતરની સાથે સાથે નવા નવા અભિગમો શાળાના શિક્ષણમાં ઉમેરાઈ અને કલામાં પણ બાળકો ભણતા થાય તે હેતુસર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો . જેમાં અમે વરલી પેઇન્ટિંગ થકી બાળકોને શેક્ષણિક વિષયો,રમત શિક્ષણ ,યોગ શિક્ષણ, તહેવારોનું શિક્ષણ , રામાયણ મહાભારત અને મૂળાક્ષરો બાળકો ને શીખવીએ છે. જ્યારે શાળામાં પ્રયોગ શરૂ કરવામાં આવ્યો ત્યારે માત્ર ૧૩ જેટલા બાળકોએ રસ દાખવ્યો હતો. પરંતુ એ બાળકોને જોઈને આજે 183 થી વધુ બાળકો આજે વરલી પેઇન્ટિંગ થકી અભ્યાસ કરી રહ્યા છે. વરલી પેઇન્ટિંગ થકી ભણાવવાથી બાળકોની કલા પ્રત્યે રુચિ વધે છે પરંતુ તેઓના મૂળાક્ષરોનો અને લેખનનો પાયો મજબૂત બન્યો છે.બીજી તરફ ગામડાઓ માં બાળકો ગેરહાજર વધુ રહેતા હોય છે.તેનું પ્રમાણ ઘટ્યું છે.બાળકો હવે શાળા માં કુંડા ,બ્લેક બોર્ડ અને દીવાલો ને સુંદર રીતે શણગારી પણ છે.