Gujarat

વડોદરા: સાળા-બનેવી પાનના ગલ્લે ઊભા હતા ત્યાં જ ધસી આવેલી કાર સાળાને ઢસડી ગઈ

By GS Team
15 Dec 20211 min read
This article was originally published on 15 Dec 2021
વડોદરા: સાળા-બનેવી પાનના ગલ્લે ઊભા હતા ત્યાં જ ધસી આવેલી કાર સાળાને ઢસડી ગઈ

વડોદરા, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર

વડોદરાના ઈલોરા પાર્ક વિસ્તારમાં પાનના ગલ્લા પાસે રાત્રિના સમયે બનેલા અકસ્માતના બનાવમાં સાળાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઇલોરાપાર્ક ની પંચવટી સોસાયટીમાં રહેતા અનિરુદ્ધ ટોડીએ પોલીસને કહ્યું છે કે, ગઈરાતે હું અને મારો સાળો અમિત પાન ખાવા માટે હરીનગર શનિ મંદિર પાસે ગલ્લા પર ગયા હતા. આ દરમિયાન એક કાર ચાલકે કાર સ્ટાર્ટ કરતા એક્સીલેટર દબાઈ જવાથી કાર પાનના ગલ્લા તરફથી ધસી આવી હતી.

અમે કાંઈ સમજીએ ત્યારે પહેલા કારે મારા સાળા ને ઢસેડ્યો અને ત્યારબાદ અમારી પાર્ક કરેલી કારમાં આ કાર ઘુસી ગઈ હતી. અમે લોકોએ દોડી ને મારા સાળા ને બચાવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં મોકલતા તેની હાલત ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. બનાવ અંગે પોલીસે હરીશ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.