મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે

- નવી ખેતજણસી ઉતારવા નવા શેડનો ઉપયોગ કરાશે
- યાર્ડમાં નવા તૈયાર થઈ રહેલા દોઢ લાખ સ્કવેર ફૂટના વિશાળ શેડની કામગીરી અંતિમ તબકકામાં
મહુવા માર્કેટ યાર્ડમાં આગામી તા.૧૫ ને સોમવારથી નવી સિઝનની મગફળીની હરરાજીનું કામકાજ સવારે ૯-૩૦ કલાકે શરૂ થશે. મહુવા માર્કેટ યાર્ડમાં વર્ષ દરમિયાન મગફળી, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેર તેમજ અન્ય ખેત જણસીઓની ખેડૂતો પાસેથી ખરીદી થઈ રહી છે. તેમાં દર વર્ષે લાલ અને સફેદ ડુંગળી અને મગફળીની સીઝન જામતા તેના સંગ્રહ માટે દોડધામ થતી હોય છે. આ સમસ્યાના નિવારણ માટે સમિતિ દ્વારા યાર્ડમાં જ વધુ એક દોઢ લાખ ફૂટના નવા શેડની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરાઈ છે. જે સંભવત આગામી ૧૫ દિવસમાં પૂર્ણ થતા મગફળી ત્યાં ઉતારવાનો પ્રબંધ કરાશે. ચોમાસુ અંતિમ તબકકામાં જામતા ખેત જણસીઓ ઉતારવા માટે પણ આ નવા શેડનો ઉપયોગ કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતુ.








