Get The App

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩૫ લાખ ફરિયાદ

વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં ડ્રેનેજ કામગીરી માટે રુપિયા ૪૮૦ કરોડ ફળવાયા પછી ૨૪૯.૨૦ કરોડ જ ખર્ચાયા

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩૫ લાખ ફરિયાદ 1 - image

અમદાવાદ,શનિવાર,16 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજની કામગીરી માટે ફળવાતી રકમ પુરેપુરી ખર્ચ કરવામા આવતી નથી.તંત્રના વાંકે કોટવિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવી, ગટર અને પાણીની લાઈનમાં લીકેજ કે બંને લાઈન મિકસ થઈ જવી જેવી ૧.૩૫ લાખ ફરિયાદ છેલ્લા ૧૬ મહિનામાં સી.સી.આર.એસ.દ્વારા નાગરિકોએ ઓનલાઈન નોંધાવવાની ફરજ પડી છે.વર્ષ-૨૦૨૪-૨૫ના વાર્ષિક બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રેનેજની કામગીરી માટે રુપિયા ૪૮૦ કરોડ ફાળવ્યા હતા.સુધારેલા અંદાજ મુજબ રુપિયા ૨૪૯.૨૦ કરોડ ખર્ચ થયો હતો. કોટવિસ્તાર જયાં છે તેવા મધ્યઝોનમાં કેપિટલના કામો કરવા માત્ર ૯૫ કરોડ ફળવાયા હતા.કુલ ૧.૮૮ લાખ ફરિયાદો પૈકી ડ્રેનેજ-ઈજનેર વિભાગની ૧.૩૫ લાખ ફરિયાદ તંત્રની નિષ્ફળતા સુચવે છે.

શહેરના કોટ વિસ્તાર અને મધ્યઝોનમા આવતા છ વોર્ડની છેલ્લા એક દશકાથી પણ વધુ સમયથી સતત ઉપેક્ષા કરવામા આવી રહી છે.આ કારણથી આ છ વોર્ડમાં નળ,ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ રહીશો સતત વલખાં મારી રહયા છે એમ કહેવામા જરાપણ અતિશયોકિત નથી.છ વોર્ડના લોકોની સૌથી મોટી કમનસીબી એ છે કે,તેમને અભ્યાસુ કોર્પોરેટર મળતા નથી.જે તંત્રના કાન આમળી પુછી શકે કે, અન્ય ઝોનમાં એક ફરિયાદ મળતાની સાથે તંત્ર દોડતુ થઈ જાય છે તો મધ્યઝોનના રહીશોને કયા કારણથી અન્યાય થઈ રહયો છે.કોર્પોરેશનના જ છેલ્લા કેટલાક વર્ષના બજેટ ઉપર નજર કરવામા આવે તો કેપીટલ ખર્ચ એટલે કે વિકાસ કામ માટે વર્ષ-૨૦૨૨-૨૩માં ડ્રેનેજની કામગીરી માટે રુપિયા ૧૫૯.૯૫ કરોડનો અંદાજ મુકવામા આવ્યો હતો.જેની સામે સુધારેલો અંદાજ રુપિયા ૧૬૫.૩૦ કરોડ કરવામા આવ્યો હતો.

પ્રાયોરીટી વર્ક માટે ઝોન વાઈસ ફાળવણી

ઝોન    રકમ(કરોડમાં)

મધ્ય   ૯૫.૦૦

ઉત્તર   ૧૧૨.૫૦

દક્ષિણ  ૧૧૨.૫૦

પૂર્વ    ૧૨૫.૦૦

પશ્ચિમ  ૧૩૫.૦૦

ઉ.પ.   ૨૨૫.૦૦

દ.પ.   ૧૯૫.૦૦