Get The App

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર

આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ - અલગ ટીમો બનાવી છે

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
કલાલી ગામે  યુવકની  હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર 1 - image

વડોદરા, દિવસ પહેલા કલાલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત  રાખી યુવકની  હત્યા કરીને ભાગી ગયેલા આરોપીઓ હજી  પકડાયા નથી.

માંજલપુર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના પુજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ જી.આઇ.ડી.સી.માં કામ કરે છે. ગત તા. ૨૯-૦૪-૨૦૨૬ ના રોજ  અમદાવાદ દહેગામમાં લગ્ન  પ્રસંગમાં  દર્શન મારવાડી (રહે. પીળા વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા) એ એક મહિલાનો હાથ પકડી લઇ છેડતી કરી હતી. તે બાબતે દર્શન મારવાડીને  સમાજમાં નીચું જોવાનું થયું હતું. જેની અદાવત  રાખી ગત ૩ જી તારીખે હું અને મારા પતિ એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા હતા. તે સમયે દર્શન મારવાડીએ ચાકૂથી હુમલો કરી મારા પતિની હત્યા કરી હતી. હત્યા કરીને ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે અટલાદરા પોલીસે અલગ - અલગ ટીમ બનાવી છે. પરંતુ, આરોપીઓ હજી પકડાતા નથી.