Get The App

પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર

બાપોદ હીરાબા નગર પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૃ લઇને ઊભેલો આરોપી ઝડપાયો

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર 1 - image

વડોદરા.તરસાલી નજીક પોલીસને જોઇને મોપેડ સવાર બે આરોપીઓ દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને ભાગી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

મકરપુરા  પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન તરસાલી ગામના ગેટ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન બે આરોપીઓ ટુ વ્હિલર પર બે બોક્સ મૂકીને  પૂરઝડપે જતા  હોઇ તેના પર શંકા જતા  પોલીસે  પીછો કરતા બંને આરોપીઓ બોક્સ ફેંકીને ભાગી ગયા હતા. બોક્સમાંથી બિયરના ૯૬ ટીન કિંમત રૃપિયા ૨૦,૬૪૦ ના મળી આવ્યા હતા. 

જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, એલ.સી.બી. ઝોન - ૪ ના સ્ટાફે મળેલી માહિતીના આધારે  બાપોદ હીરાબા નગર નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં મોપેડની ડીકીમાં દારૃનો જથ્થો લઇને ઊભેલા આરોપી અલ્કેશ જગદીશભાઇ રાઠવા (રહે. ચીસાડીયા ગામ,તા. છોટાઉદેપુર) ને ઝડપી પાડયો હતો.  પોલીસે ડીકીમાંથી દારૃની ૧૪૬ બોટલ કિંમત રૃપિયા ૨૨,૭૨૦ ની કબજે કરી છે. જ્યારે દારૃ મંગાવનાર રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.  પોલીસે દારૃ સહિત૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.