Get The App

ધો. 10ના બોર્ડ ફર્સ્ટ તારલાઓનો સંકલ્પઃ કોઇ બનશે સીએ તો કોઇ સનદી અધિકારી

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
ધો. 10ના બોર્ડ ફર્સ્ટ તારલાઓનો સંકલ્પઃ કોઇ બનશે સીએ તો કોઇ સનદી અધિકારી 1 - image

રાજકોટની શાળાઓમાં ઉજ્જવળ પરિણામ સાથે ઉજવાયો આનંદોત્સવ  : અભ્યાસમો શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકી કોઇને ચિત્રકલાનો તો કોઇને વ્યક્ત ત્વકલાનો શોખ; કુકિંગ  કાબેલ ધો. 10ની વિદ્યાર્થિનીને 3 વિષયમાં 100માં 100

રાજકોટ, : ધો. 10નાં પરીક્ષાર્મીઓનું બોર્ડનું પરિણામ જાહેર થતાં 99.99 પી.આર. સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓએ મેડીકલ - એન્જિનીયરિંગ ઉપરાંત શ્રેષ્ઠ બિઝનેસમેન, ઉતમ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને લોક સેવા માટે સૌથી ઉપયોગી સેવા સનદી અધિકારી બનવા સહિતના સંકલ્પો વ્યક્ત કર્યા હતા.

ધો. 10માં 99.99 પી.આર. અને 99.17 ટકા સાથે બોર્ડ પ્રથમનું સ્થાન મેળવનાર વિશ્વાબેન મનસુખભાઇ ભાલોડાયાને ગણીત અને વિજ્ઞાાન બન્ને વિષયમાં 100માં 100 માર્ક મેળવ્યા છે. અગાઉ ચિત્રકલાની સ્પર્ધામાં પણ વિજેતા થઇ ટ્રોફી મેળવનાર વિશ્વાબેને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એ જ રીતે બોર્ડ પ્રથમ દેવાંશી સુરેશભાઇ પટોરિયાને ગણીત, વિજ્ઞાાન અને સામાજિક વિજ્ઞાાનમાં 100માં 100 માર્ક મેળવી તેણીએ એન્જિનીયરિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજકોટની પ્રાથમિક શાળાના શિક્ષકાના દીકરી દેવાંશીના પિતા પડધરી નજીક ખેતી કામ સાથે જોડાયેલા છે. કૃતિ રોનકભાઇ મહેતાએ 99.99 અને 99 ટકા સાથે ધો. 10માં ઉતીર્ણ થઇ 'નીટ'ની પરીક્ષા પાસ કરી શ્રેષ્ઠ ડોકટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કુકિંગમાં રસ સુચિ ધરાવતા કૃતિબેનને પણ સંસ્કૃત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાનમાં 100માંથી 100 માર્કસ મળ્યા છે. બોર્ડ પ્રથમની શ્રેણીમાં ઉતીર્ણ કૃતાથ જીતેન્દ્રભાઇ ઠાકરના માતા - પિતાબન્ને બેંકમાં સર્વિસ કરે છે. ત્રણ વિષયોમાં 100માં 100 માર્કસ સાથે લોન ટેનીસમાં રસ ધરાવતા કૃતાથને કોમર્સ વિદ્યાશાખામાં આગળ વધી ચાર્ટડ એકાઉન્ટ બનવું છે. ધો. 10માં બોર્ડ પ્રથમનું સ્થાન મેળવી કોમ્પ્યુટર એન્જિનીયરિંગ ક્ષેત્ર કારકિર્દી ગડવા ઇચ્છુક હિતીક્ષાબેન હર્ષદભાઇ સુરાણી વકતત્વ કલાના માસ્ટર છે. અગાઉ વકતૃત્વ સ્પર્ધામાં પણ વિજેતા થયા હોવાનું જણાવ્યું હતું.

રાજકોટમાં રહી સનદી અધિકારી બનવા ઇચ્છુક અને ધો. 10માં સાયન્સ અને સંસ્કૃત 100માંથી 100 માર્ક સાથે 99.99 પીઆર મેળવનાર કુ. ધારા વિરેન્દ્રભાઇ સોલંકીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી આઇએએસ અથવા આઇપીએસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દીપકકુમાર જીજ્ઞોશભાઇ બાબરિયા વિજ્ઞાાન - સંસ્કૃતમાં 100માંથી 100 માર્કસ મેળવી કોમર્સ વિદ્યાશાખામાં આગળ વધી સફળ બિઝનેસમેન બનવા ઇચ્છા વ્યક્ત કરી હતી. અગાઉ જનરલ નોલેજની પરીક્ષામાં પણ તેઓનું શ્રેષ્ઠ પરિણામ આપ્યું હતું. બોર્ડ પ્રથમમાં આ વિદ્યાર્થીને આયાત - નિકાસના વેપાર ક્ષેત્રે આગળ વધવું છે. રાજકોટ નજીક માધાપરમાં ખેતીકામ કરતા પિતાને પુત્ર રાહિલ ભાવેશભાઇ સોજીત્રાએ 99.99 પીઆર સાથે ધો. 10માં 99.33 ટકા મેળવ્યા છે. તેમણએ સીએ બનવાનો સંકલ્પ જાહેર કર્યો હતો એ જ રીતે નેક જીલેનકુમાર સોરઠીયાએ દેશને શ્રેષ્ઠ આઇ.ટી. એન્જિનીયરની જરૂર હોવાનું જણાવી આઇ.ટી. ફિલ્ડમાં આગળ વધવાનું જણાવ્યું હતું. તેઓએ 99.99 પીઆર સાથે સંસ્કૃત અને વિજ્ઞાાનમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા હતા. જ્યારે બોર્ડ પ્રથમ અભિષેક પંડયાએ સાયન્સના શ્રેષ્ઠ અધ્યાપક બનવા માટે કેમીસ્ટ્રી અથવા મેથ્સમાં પીએચડી બનવાનાં સંકલ્પ જાહેર કર્યો હતો. તેઓ ડ્રોઇંગ - ઓરેગામીનો વિશેષ શોખ ધરાવતા હોવાનું જણાવ્યું હતું.