Gujarat

જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી

By GS TEAM
15 Jun 20262 mins read
જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી

વેકેશન બાદ સત્ર શરૃ થયાને બીજુ સત્ર શરૃ હોય

યુદ્ધના વાતાવરણને લઇ કાગળના ભાવ વધતા સરકારનો કોન્ટ્રાક્ટ લેટ થતા વિલંબ, આગામી સપ્તાહમાં પુસ્તકો આવી જશે

ભાવનગરશહેર-જિલ્લાની સરકારી-ગ્રાન્ટ ઇન એડ હાઇસ્કૂલોમાં વેકેશન પૂર્ણ થયું અને શાળાઓ ખુલી ગઇ હોવા છતાં સરકારની મફત પાઠયપુસ્તક યોજના હેઠળ પુસ્તકો હજુ સુધી નહીં અપાતા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય મુશ્કેલ બન્યું છે. એક તરફ યુદ્ધની સ્થઇતિ હોય કાગળના ભઆવ વધતા આ વર્ષે પુસ્તકો સમયે આપવામાં વિલંબ થયો હોવાનું જણાય છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેર-જિલ્લામાં ધો.૯ થી ૧૨માં ગ્રાન્ટ ઇન એડ ૧૩૫ અને ૮૫ સરકારી હાઇસ્કૂલો કાર્યરત છે. જ્યારે આ હાઇસ્કૂલોના વિદ્યાર્થીઓને સરકારની સહાય યોજના લાગુ પડતી હોય દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન જ સરકારી પાઠયપુસ્તકો આવી જતા હોય છે. પરંતુ હાલ આ વર્ષે ઉનાળુ વેકેશન પૂર્ણ થઇ ગયા અને નવું શૈક્ષણિક સત્ર શરૃ થયાને બે સપ્તાહ થયા હોવા છતાં શાળાઓમાં પાઠયપુસ્તકોનું વિતરણ કાર્ય થયું નથી. સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પાઠયપુસ્તક વગર ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને દસમા અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાાન પ્રવાહના છાત્રોને એક એક દિવસ મહત્વનો હોય. પાઠયપુસ્તકો વગર મુશ્કેલી વેઠી રહ્યા છે. જો કે, આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ વર્ષે યુદ્ધની સ્થિતિના કારણે કાગળના ભાવમાં ૧૦ ટકાનો વધારો થયો હોય પાઠયપુસ્તકના બીડ કરવાની કાર્યવાહી મોડી થતા પુસ્તકો સમયે આવી શકાયા નથી. જો કે, હાલ છાપકામ શરૃ હોય આગામી સપ્તાહમાં પુસ્તકો દરેક એસવીએસ દીઠ વિતરણ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.