પ્રી બિડ મિટીંગ કરનારા ત્રણમાંથી એક પાત્રતા ધરાવતો નથી, બીજો બિડર બ્લેકલિસ્ટ થયેલો

પક્ષપાતી શરતોને કારણે ત્રાસેલા બિડરો પ્રી બિડ મિટીંગમં પણ હાજર રહેવાનુંં પસંદ કરતાં નથી, ટેન્ડર ભરતા જ નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
અમદાવાદની એસવીપી હોસ્પિટલ માટે હાઉસ કીપિંગ અને પેશન્ટ કેર
માટેના મેનપાવર મેળવવા માટેના ટેન્ડરના સંદર્ભમાં આજે અમ્યુકો દ્વારા આજે ૧૪મી
નવેમ્બર ૨૦૨૫ના યોજવામાં આવેલી પ્રી બિડ મિટિંગમાં માત્ર ત્રણ જ બિડર હાજર થયા
હતા. તેમાંથી ડી.આર. એન્ટરપ્રાઈસ નામની કંપની ટેન્ડર માટે ક્વોલિફાય થાય તેવી જ
નથી. જ્યારે જુલાઈ ૨૦૨૫માં ટેન્ડર ભરનાર એસ.આર. એન્ટરપ્રાઈસ ક્વોલિફાય તેવી છે.
ત્રીજી બિડર કંપની રાજદીપ એન્ટર પ્રાઈસ તરીકે જાણીતી કંપની લગભસ ૧૦થી ૧૨ વર્ષ પહેલ
આઉટ સોર્સિંગના કેસમાં જ ડિસક્વોલિફાય થઈ ચૂકેલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ
જુલાઈના ટેન્ડરમાં પ્રી બિડ મિટિંગ માટે છ જણ આવ્યા પછી એક જ જણે બિડિંગ કર્યું
હતું તેમ આ વખતે પણ ત્રણ જણ પ્રી બિડની મિટિંગમાં ભાગ લીધા પછીય એક જ જણ અરજી
કરવાનો પાત્ર ઠરી રહ્યો છે.
આમેય અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સ્પર્ધાત્મક ભાવે ટેન્ડર
બિડિંગ થાય તેને બદલે વધુ બિડરો ન આવે તેવી ગણતરી સાથે જ હાઉસ કીપિંગ અને પેશન્ટ
કેર માટેના મેનપાવર માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે. અગાઉ ૧૪મી જુલાઈ
૨૦૨૫ના પણ આ જ ટેન્ડર બહાર પાડયું હતું. જુલાઈ ૨૦૨૫માં આ જ ટેન્ડરની શરતો એક જ
પાર્ટીને અનુકૂળ થાય તેવી હોવાથી માત્ર એક જ પાર્ટીએ બિડિંગ કર્યું હતું. નવેમ્બર
૨૦૨૫માં નવેસરથી ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી હતી.
જુલાઈ ૨૦૨૫માં બહાર પાડેલા ટેન્ડરની પ્રી બિડ મિટિંગમાં છ
જણ આવ્યા હતા. પરંતુ છ નવેમ્બર ૨૦૨૫ના બહાર પાડવામા આવેલા ટેન્ડર પછી આજે ૧૪મી
નવેમ્બરે થયેલી પ્રી બિડ મિટિંગમાં માત્ર ૩ જ જણે ભાગ લીધો હતો. નવાઈની વાત તો એ
છે કે જુલાઈ ૨૦૨૫માં બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં સ્પર્ધાત્મક બિડિંગ ન થયું
હોવા છતાંય છ નવેમ્બર ૨૦૨૫ના તે જ શરતો સાથે પેશન્ટ કેર અને હાઉસ કીપિંગ માટેના
મેનપાવરનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એક જ ટેન્ડરરને અનુકૂળ આવે તેવી શરતો
ટેન્ડરમાં મૂકવામાં આવતી હોવાથી અન્ય પાર્ટીઓ હવે તેમાં રસ જ ઓછો લેતી હોવાનું
જોવા મળી રહ્યું છે.
ટેન્ડર માટેની શરતોને કારણે જ વધુ બિડરો ન આવતા હોવા છતાંય
શરતો હળવી કરીને કે બદલીને વધુ સ્પર્ધકોને ટેન્ડર માટે લાવવાનો પ્રયાસ ન કરવામાં
આવતો હોવાનું જણાય છે. આમ સ્પર્ધા ન થાય તેવી શરતો રાખીને એક જ પાર્ટીન ેતે ટેન્ડર
આપી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જુલાઈ ૨૦૨૫માં બહાર પાડેલા ટેન્ડરમાં એપોલે સિન્દુરી નામની એક માત્ર કંપનીનું ટેન્ડર આવ્યું હતું. એપોલો સિન્દુરીએ પણ આજની પ્રી બિડ મિટિંગમાં હાજરી આપી નહોતી. ઓછામાં ઓછી ૪૦૦ બેડની હોસ્પિટલમાં મેનપાવર સપ્લાય કરવાનો અનુભવ હોવો જરુરી હોવાની શરતને કારણે જ મોટા ભાગના સ્પર્ધકો કે બિડરો બહાર થઈ જતાં હોોવા છતાં અને એક જ બિડર બચતો હોવા છતાં જુલાઈ ૨૦૨૫ના ટેન્ડરની આ શરત નવેમ્બર ૨૦૨૫ના ટેન્ડરમાં ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.








