Gujarat
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા
By GS Team
18 Jul 20201 min read
This article was originally published on 18 Jul 2020

જામનગર, તા. 18 જુલાઈ 2020 શનિવાર
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. નગર પ્રાથમિક શિક્ષકોના 4200ના ગ્રેડ પેમાં સમાવેશ થતો ન હોવાથી આજે શિક્ષકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોનો મુદ્દો હજી અધ્ધરતાલ રહ્યો છે. જેને લઇને જામનગરની નગર પ્રાથમિક શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને શિક્ષકો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.




