Gujarat

સુરત પાલિકાના શિક્ષણ સમિતિના શિક્ષકો-પેન્શનરોને દિવાળી પહેલા એડવાન્સ પગાર ચૂકવાશે

By GS TEAM
14 Oct 20251 min read
TukuTouch Logo
શિક્ષણ સમિતિના 4800 શિક્ષક-કર્મચારીઓ અને 3000 પેન્શનરોને 56 કરોડનું ચુકવણું થશે : સાતમા પગાર પંચનો પણ મળશે લાભ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના શિક્ષણ સમિતિના શિક્ષકો-પેન્શનરોને દિવાળી પહેલા એડવાન્સ પગાર ચૂકવાશે

Surat Corporation : સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલા ઓક્ટોબર માસનો પગાર એડવાન્સમાં આપવાનો નિર્ણય બાદ હવે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો-કર્મચારીઓ અને પેન્શનરોને પણ એડવાન્સમાં ચુકવણું કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે તેની ઉજવણી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો-બિન શૈક્ષણિક સ્ટાફ અને પેન્સનરોની દિવાળી સારી થાય તે માટે શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. શિક્ષણ સમિતિએ કરેલા આ નિર્ણયના કારણે દિવાળી પહેલા જ શિક્ષકો-કર્મચારીઓની દિવાળીની ઉજવણી સારી બનશે.

 સુરત શિક્ષણ સમિતિમાં 4800 જેટલા શિક્ષકો અને કાયમી કર્મચારીઓને 41 કરોડનો એડવાન્સ પગાર તથા 3000 પેન્સનરોને 11 કરોડનું એડવાન્સમાં પેન્શન ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. આ ઉપરાંત સાતમા પગાર પંચનો 4 કરોડ જેટલો ડિફરન્સ છે તે પણ ચૂકવી દેવામાં આવશે. આગામી એકાદ બે દિવસમાં શિક્ષણ સમિતિના શિક્ષકો-કર્મચારીઓના ખાતામાં પૈસા જમા થઈ જશે.