Gujarat

વોટ્સએપ પર રજાનો મેસેજ મોકલી વલસાડમાં શિક્ષક દંપતી 4 મહિનાથી વિદેશ પ્રવાસે, બાળકોનું ભાવિ અંધકારમય

By GS Team
13 Dec 20242 mins read
This article was originally published on 13 Dec 2024
TukuTouch Logo
રાજ્યભરની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો રજા ઉપર ઉતરી જઈ વિદેશ જતાં રહેવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મહાશય અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વ્હોટ્‌સએપ પર મેસેજ કરી છેલ્લા ચાર મહિનાથી વિદેશ જતાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપ પર રજાનો મેસેજ મોકલી વલસાડમાં શિક્ષક દંપતી 4 મહિનાથી વિદેશ પ્રવાસે, બાળકોનું ભાવિ અંધકારમય

Valsad Teacher couple on Leave:  રાજ્યભરની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો રજા ઉપર ઉતરી જઈ વિદેશ જતાં રહેવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મહાશય અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વ્હોટ્‌સએપ પર મેસેજ કરી છેલ્લા ચાર મહિનાથી વિદેશ જતાં  વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે.

સરપંચ અને ગામલોકોની અન્ય શિક્ષક મુકવાની વારંવાર રજૂઆતો છતાં પણ આ શિક્ષક મહાશયની જગ્યા પર અન્ય શિક્ષક મુકવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પેટનું પાણી પણ હાલતું ન હોવાથી ગામલોકો અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.

વ્હોટ્‌સએપ પર રજા ઉપર ઉતરવાની અરજી કરી, બાળકોનું ભાવિ અંધકારમય

વલસાડ તાલુકાના અંદરગોટા ગામે આવેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળામાં ધો.6 થી 8નાં વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક મહાશય ભાર્ગવકુમાર હર્ષદભાઇ પંડ્યા અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિબેન પંડ્યા વ્હોટ્‌સએપ પર રજા ઉપર ઉતરવાની અરજી કરી છેલ્લા ચાર મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. 

આ અંગે ગામના સરપંચ સંદિપ પટેલ અને ઉપસરપંચ જયદીપ પટેલ તથા વાલીઓ દ્વારા પૂછપરછ કરતા ભાર્ગવકુમાર પંડ્યા વ્હોટ્‌સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી ગયા છે અને ફરજ પર પરત ક્યારે હાજર થશે ? એ અંગે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, આ ઓછું હોય તેમ કપાત પગારની મજૂરી માટેની માંગ પણ તા.21-08-2024ના રોજ વ્હોટ્‌સએપના માઘ્યમથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

ચાર મહિનાથી શિક્ષક હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે. ગામના સરપંચ સંદિપ પટેલ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી ભાર્ગવકુમાર પંડ્યાની જગ્યા ઉપર અન્ય શિક્ષકને મુકવા માટે રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં ચાર મહિનાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણૂંક કરવામાં નહીં આવતા વાલીઓ અને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળે છે. ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓનું નવું સેમેસ્ટર આવતા વિદ્યાર્થીઓનો ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં અભ્યાસ નબળો રહેતા વાલીઓ હવે પોતાના બાળકોને અન્ય શાળામાં મુકવા માટે મજબૂર બન્યા હોવાનું જાણવા મળે છે. 

બહેરાં અને આંધળા બનેલા તંત્રના અધિકારીઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની જાણે કોઈ પડી ન હોય એવું લાગી રહ્યું છે. હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા ચાર મહિનાથી શાળાએ ન આવતા શિક્ષક મહાશય પર ક્યારે પગલાં લેશે ? તે જોવું એ રહ્યું .