Get The App

ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડન ચોકડી નજીક ડિવાઇડર કૂદાવીને   બાઇક ચાલકનું મોત નીપજાવનાર ટેન્કર ડ્રાઇવર છ વર્ષે પકડાયો 1 - image

વડોદરાઃ વડોદરામાં છ વર્ષ પહેલાં થયેલા એક એક્સિડન્ટમાં બાઇક ચાલકનું મોત નીપજાવી ફરાર થઇ ગયેલા ટેન્કર ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડયો છે.

ગોલ્ડન ચોકડી નજીક ગઇ તા.૭-૧૦-૨૦૧૯માં સાંજના સમયે એક ટેન્કર ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર આવી ગઇ હતી અને બાઇક ચાલકને અડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવ બાદ ટેન્કર ચાલક ટેન્કર છોડીને યુપી ફરાર થઇ ગયો હતો.જેથી પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ કરી હતી.વોન્ટેડ ડ્રાઇવર સર્વજીતસિંગ ધજાધરસિંગ (વૈષ્ણવદેવી રિસેડેન્સી, રાજપીપળા ચોકડી,અંકલેશ્વર મૂળ તાલીબ પુર,બલિયા,યુપી) હાલમાં અંકલેશ્વર આવ્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાં વોચ રાખીને ઝડપી પાડયો હતો.