વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : અર્જુન એવોર્ડ વિજેતા મોનાલિસા બરૂઆ મહેતા સહિત રાષ્ટ્રીય કોચોના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓને તાલીમ અપાશે
ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા નવી સિઝન 2026–27 માટે બે મહત્વપૂર્ણ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તા.2 થી 16 મે દરમિયાન એડવાન્સ કોચિંગ કેમ્પ અને ત.22 થી 24 મે દરમિયાન 1લી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે.
આ કોચિંગ કેમ્પમાં અર્જુન એવોર્ડ વિજેતા મોનાલિસા બરૂઆ મહેતા સાથે રાષ્ટ્રીય કોચ એન.રવિચંદ્રન અને ખેલાડી મમતા પ્રભુ દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે. TTAB દ્વારા આ કેમ્પનું 19મી વખત આયોજન કરવામાં આવી રહ્યું છે, આ કેમ્પમાં વડોદરા, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોના લગભગ 50 જેટલા ખેલાડીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે.
વડોદરા સહિત અન્ય વિસ્તારોના અગ્રણી ખેલાડીઓ જેમ કે સચી નારીગરા, અર્ણવ શાહ, વૈશ્વી ગોલાણીયા અને કૃષ્ણા પટેલ આ શિબિરમાં ભાગ લેશે. ઉપરાંત છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ પણ ભાગ લેશે. આ આયોજનથી વડોદરામાં ટેબલ ટેનિસને નવી ઊંચાઈ અને યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા નિખારવાનો ઉત્તમ મોકો તેવો આશય છે.








