Gujarat

સુરત સિટીમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ગ્રામ્યમાં વિદેશથી આવેલાનું સર્વેલન્સ

By GS Team
14 Dec 20211 min read
This article was originally published on 14 Dec 2021
સુરત સિટીમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ગ્રામ્યમાં વિદેશથી આવેલાનું સર્વેલન્સ

- ગ્રામ્ય વિસ્તારમાં યુ.કે, અમેરિકા, યુએઇ, પનામા, ફ્રાન્સ, મસ્કત, તાન્ઝાનીયાથી કુલ 186 લાકો આવ્યા હતા

        સુરત

સુરત શહેરમાં ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ સુરત ગ્રામ્યનું વહીવટી તંત્ર એલાર્ટ થયું છે. વિદેશની હિસ્ટ્રી ધરાવતા 186 લોકોનું સતત સર્વેલન્સ કરાઇ રહ્યું છે.

સુરત સિટીમાં ઓમિક્રોનનો કેસ નોંધાયા બાદ ગ્રામ્યમાં વિદેશથી આવેલા તમામનું સર્વેલન્સ સઘન બનાવાયું છે.  સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં  યુ.કે, ઓસ્ટ્રેલીયા, કેનેડા, યુ.એસ.એ, યુ.એ.ઇ, તાન્ઝાનીયા, પનામા, ફ્રાન્સ, મસ્કત થી 186 વ્યકિતઓ આવ્યા છે. આ તમામને 14 દિવસનો ફરજિયાત કવોરેન્ટાઇનમાં મોકલી દેવાયા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયા હતા. હાલ તો એકપણ વ્યક્તિ નવા વાયરસની ઝપટમાં આવી નથી.