Get The App

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો 1 - image

Vadodara : વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ચાલતી કામગીરીમાં આશ્ચર્યજનક ઘટના બની છે  ત્યાંથી પસાર થતાં ઊંટનો પગ ફસાઈ ગયો હતો. જેને બહાર કાઢવા સતત અડધો કલાક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે બાદ ફસાઈ ગયેલો પગ બહાર નીકળ્યો હતો.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી રોડ પર પસાર થઈ રહેલા એક ઊંટ પર અચાનક મુસીબત આવી પડી હતી. અહીં પાણીના એક વાલ્વના ખુલ્લા ભાગમાં તેનો પગ ફસાઈ ગયો હતો અને તે મુખ્ય માર્ગ પર ફસડી પડ્યું હતું. અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે ઊંટનો પગ બહાર કાઢ્યો હતો.

કારેલીબાગ પાણીની ટાંકીની બહાર કામગીરી માટે ખુદ કામ કરવામાં આવ્યું હતું અને તેની આજુબાજુમાં બેરીકેડ પણ લગાવવામાં આવ્યા હતા તેમ છતાં ઊંટનો પગ ફસાઈ જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.