Get The App

સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા 1 - image

- આગની ઘટનાઓને રોકવા

- મીની ફાયર ટેન્ડર ગીચ વિસ્તારોની સાંકડી ગલીઓમાં પણ સરળતાથી જઈ શકશે

સુરેન્દ્રનગર : ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને ધ્યાને રાખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આશરે ૨ કરોડ રૂપિયાના ખર્ચે બે અત્યાધુનિક મીની ફાયર ટેન્ડર વસાવામાં આવ્યા છે. આ વાહનોમાં પ્રથમ વખત 'ફોગ' અને 'જેટ' એમ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. 

આ મીની ટેન્ડરો વઢવાણ, જોરાવનગર અને રતનપર જેવા ગીચ વિસ્તારોની નાની ગલીઓમાં આસાનીથી પ્રવેશીને આગ પર પાણીનો મારો ચલાવવાની ક્ષમતા ધરાવે છે. આ નવા વાહનોમાં ૦૮ માળ સુધીની બિલ્ડીંગમાં આગ કાબુમાં લેવા માટે અલ્ટ્રા હાઈ પ્રેશર પંપ અને ૭ મીટરની સીડીની સુવિધા છે. આ સિવાય દુકાનોના શટર, આરસીસી વોલ કે ધાબા તોડી શકે તેવી ખાસ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ફાયર સ્ટાફની સુરક્ષા માટે પાલિકાએ ૨ લાખથી વધુના ખર્ચે ૪૩ કર્મચારીઓને ખાસ 'ફાયર રિટાર્ડન્ટ શૂટ' એનાયત કર્યા છે. આ નવા સંસાધનોથી જિલ્લામાં કે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આગની દુર્ઘટના સમયે વધુ ઝડપી અને અસરકારક કામગીરી કરી શકાશે.