Get The App

ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠક પરથી લડશે ચૂંટણી

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠક પરથી લડશે ચૂંટણી 1 - image


Image Source: X/ BJP4Gujarat

Raju Karapada BJP candidate: સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો જોવા મળ્યો છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

નોંધનીય છે કે રાજુ કરપડા ગઈકાલે જ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને તેના 24 કલાકમાં જ પક્ષે તેમના પર ભરોસો મૂકીને ટિકિટ એનાયત કરી દીધી છે. મૂળી-2 બેઠક પરથી હવે તેઓ ભાજપના પ્રતિનિધિ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમના ભાજપમાં જોડાવાથી અને તુરંત ટિકિટ મળવાથી સ્થાનિક સ્તરે સમીકરણો બદલાય તેવી શક્યતા છે.