Gujarat

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત, પતિએ જ ઘડ્યું હતું હત્યાનું કાવતરું

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
સુરત જિલ્લાના કામરેજ નજીક ગત 6 નવેમ્બરે પતિએ કાવતરું રચી પોતાની જ પત્ની મહિલા RFO સોનલ સોલંકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. આ ઘટનામાં મહિલા આર.એફ.ઓ.ને ગોળી વાગતાં તાત્કાલિક સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત, પતિએ જ ઘડ્યું હતું હત્યાનું કાવતરું

Surat RFO Sonal Solanki Death: સુરત જિલ્લાના કામરેજ નજીક ગત 6 નવેમ્બરે પતિએ કાવતરું રચી પોતાની જ પત્ની મહિલા RFO સોનલ સોલંકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. આ ઘટનામાં મહિલા આર.એફ.ઓ.ને ગોળી વાગતાં તાત્કાલિક સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પારિવારિક વિખવાદના કારણે પતિ નિકુંજ ગોસ્વામીએ પોતાની જ પત્નીની હત્યા માટે મિત્રને સોપારી આપી હતી. ઘટના સમયે આરોપી પતિ ઘટનાસ્થળથી માત્ર 5 કિમી દૂર હાજર હતો. શૂટર ઈશ્વર ગોસ્વામી ગુનો આચર્યા બાદ મહારાષ્ટ્રના ભીમાશંકર ભાગી ગયો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનામાં અકસ્માત નહીં પણ ફાયરિંગ થયું હોવાનું જણાતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી હતી. હાલ તો સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી ફગાવી હતી.