સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: Surat News: રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકના વધી રહેલા ચિંતાજનક કિસ્સાઓ વચ્ચે સુરતમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરની કાપોદ્રા સ્થિત ધારૂકા કોલેજમાં 24 વર્ષીય યુવતીનું સ્પીચ આપતી વખતે જ હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના રાયપુર ખાતે આવેલ અકાશેઠની પોળ ખાતે રહેતા 24 વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર કાપોદ્રા ખાતે આવેલી ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં મંચ ઉપર સ્પીચ આપતા હતા. દરમિયાન ચાલુ સ્પીચે તેઓ અચાનક પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા.તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે મરણ જાહેર કર્યા હતા.
આ બનાવની તપાસ કરી રહેલા કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે જીલબેન આઇટી કમ્પનીમાં કામ કરતા હતા અને આ કંપનીનું કેમ્પન ચાલી રહ્યું હતું. જેથી જીલબેન અમદાવાદથી સુરત આવ્યા હતા અને ધારુકાવાળા કોલેજમાં સેમિનારમાં સ્પીચ આપતા હતા ત્યારે ચાલુ સ્પીચે જ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે અને મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લેવામાં આવ્યા છે. હાલમાં હાર્ટ અટેકની શક્યતા લાગી રહી છે.જયારે તેમને એક મોટો ભાઈ છે.
સુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં રોજબરોજ એક થી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતની ભેટી રહ્યા છે. આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવે છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.









