Gujarat

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો હતો! સુરત ફેક કરન્સી રેકેટમાં ઘટસ્ફોટ

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
કરન્સી સિક્યોરિટી પેપરના બોક્સ દીઠ દોઢ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા, ચીનથી કુલ ત્રણ વાર પેપર કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે સુરતના કામરેજ નજીક ધોરણ પારડી ગામમાં યોગ આશ્રમ શરૂ કરીને બનાવટી ચલણી નોટો છાપવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે કથિત યોગ ગુરુ પ્રદીપ અને તેના સાગરિતોની સઘન પૂછપરછ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો હતો! સુરત ફેક કરન્સી રેકેટમાં ઘટસ્ફોટ

Ahmedabd News : સુરતમાં સત્યમ યોગ ફાઉન્ડેશનમાં યોગની પ્રવૃત્તિની આડમાં બનાવટી ચલણી નોટો છાપવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજી અને તેના સાગરિતોની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. જેમાં સુરતમાં બનાવટી ચલણી નોટ છાપતા પહેલાં પ્રદીપ ગુરુજી અને મુકેશ હુમ્મર ચીન ગયા હતા. જ્યાં એજન્ટો સાથે મળીને નોટો છાપવા માટે તમામ સિસ્ટમ સમજીને ટ્રાયલ માટે નોટ પ્રિન્ટ પણ કરી હતી. ત્યારબાદ સુરતમાં મોટા પ્રમાણમાં બનાવટી ચલણી નોટો છાપવા માટે કરન્સી સિક્યોરિટી કાગળનો ઓર્ડર સ્ટેશનરીની આડમાં આપીને જથ્થો મંગાવ્યો હતો. અત્યારે ક્રાઈમ બ્રાન્ચની સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ તપાસ કરી રહી છે.

દોઢ લાખ રૂપિયાનું પેપર બોક્સ ખરીદ્યું

કરન્સી સિક્યોરિટી પેપરના બોક્સ દીઠ દોઢ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા, ચીનથી કુલ ત્રણ વાર પેપર કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે સુરતના કામરેજ નજીક ધોરણ પારડી ગામમાં યોગ આશ્રમ શરૂ કરીને બનાવટી ચલણી નોટો છાપવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે કથિત યોગ ગુરુ પ્રદીપ અને તેના સાગરિતોની સઘન પૂછપરછ કરી હતી. જેમાં તેણે સુરતમાં બનાવટી ચલણી નોટો છાપવાનું શરૂ કરવા માટે મુકેશ હુમ્મર સાથે મળીને સમગ્ર પ્લાન બનાવ્યો હતો. જેમાં તેને એક એજન્ટની મદદથી ચીનમાંથી કરન્સી પેપર મળવાની લીડ મળી હતી.

આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ કેન્દ્ર નષ્ટ કરી નાંખીશું: ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ

નકલી નોટો માટે ખાસ ચીનની યાત્રા કરી

જેથી ગત જાન્યુઆરી મહિનામાં ચીનના ગંગાઝાઉ અને કિંગડાઉ શહેરમાં પાંચ દિવસ માટે ગયો હતો. જ્યાં સ્થાનિક એજન્ટની મદદથી કાગળના સેમ્પલ મેળવીને ત્યાં જ ચીનની એક કરન્સીની નકલી નોટ ટ્રાયલ માટે છાપી હતી અને ત્યારબાદ 500ની ચલણી નોટ પણ છાપી હતી. જેની ગુણવત્તા અસલી જેવી જણાતા મુકેશ હુમ્મર સાથે મળીને સુરતમાં જ બનાવટી ચલણી નોટો છાપવાનું નક્કી કરીને મશીનરી પણ ખરીદી હતી. ભારત આવ્યા બાદ તેણે કુલ ત્રણ વાર કાગળોનો જથ્થો મંગાવ્યો હોવાથી તેણે કરોડો રૂપિયાની નકલી નોટો છાપીને અગાઉ પણ અન્ય લોકોને આપી હોવાની શક્યતા છે. તેણે એક બોક્સ દોઢ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.

15 લાખની ચલણી નોટો બજારમાં ફરતી કરી દીધી

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પહેલા જથ્થામાં છાપેલી બનાવટી ચલણી નોટો બજારમાં યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે જાણવા માટે આશરે 15 લાખની ચલણી નોટો બજારમાં અલગ અલગ રીતે ફરતી કરી હતી. હાલ તેણે બનાવેલી બોગસ ચલણી નોટો ગુજરાતમાં સર્ક્યુલેટ થઈ હોવાની શક્યતા પોલીસે નકારી નથી. રવિવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આશ્રમમાં તેમજ અન્ય આરોપીઓના ઘરે તપાસ કરવા માટે જશે. તેમજ કસ્ટમ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને પણ પ્રાથમિક રિપોર્ટ આપશે.