Gujarat

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો

By GS TEAM
24 Apr 20262 mins read
TukuTouch Logo
સુરત શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. સારોલીમાં 3 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. સારોલી પોલીસે લઘુમતી સમાજના યુવક સામે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી છે. હવસખોર આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ, અગાસી પર ચઢી ઘરમાં ઘૂસ્યો હતો

'હે દ્રોપદી શસ્ત્ર ઉઠાઓ, અબ ના ગોવિંદ આયેંગે… કલ તક કેવલ અંધા રાજા, અબ ગૂંગા-બહરા ભી હૈ, હોંઠ સિલ દિએ હૈ જનતા કે, કાનો પર પહરા ભી હૈ'

Surat Child Abuse Case: સુરત શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. સારોલીમાં 3 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. સારોલી પોલીસે લઘુમતી સમાજના યુવક સામે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી છે. હવસખોર આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનની ધરપકડ કરી છે.

થોડા સમયના અંતરે બીજી ઘટના, સુરક્ષા પર સવાલ

એ 3 વર્ષની બાળકી પર શું વીતી હશે! વિચારીને પણ આંખમાં આસું આવી જાય, એ પરિવાર અત્યારે કેવા દર્દમાં હશે જેની દીકરી રમત રમવાની ઉંમરે આ વિકૃત સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. મહત્ત્વનું છે કે હજી થોડા સમય પહેલા જ સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતિય યુવક દ્વારા માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બની હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બીજી બાળકીને અન્ય એક નરાધમે હવસનો શિકાર બનાવી છે.

શારીરિક અડપલાં કર્યા અને કઢંગી હાલતમાં ઝડપાયો

સારોલી વિસ્તારમાં નેચરવેલી હોમ્સની પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રિયલ વસાહતમાં રહેતો એક શ્રમિક પરિવાર ગત તારીખ 23/04/2026ના રોજ બપોરના સમયે કામકાજમાં વ્યસ્ત હતો. આ સમયે તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી ઘરે એકલી હતી. દીકરીની માતા તેના પતિને ખાવા માટે બોલાવવા માટે ગઈ હતી, ત્યારે બાળકી બાથરૂમમાં ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી બાજુમાં જ રહેતા મોજબ્બીર મોહમ્મદ હસામુદીન (મૂળ રહે. બિહાર) નામના શખ્સે અગાસી પર ચઢી બાળકીની એકલતાનો લાભ લીધો હતો. તેણે બાળકી સાથે ગંભીર શારીરિક અડપલાં કર્યા હતા.

આરોપી રંગે હાથ ઝડપાયો

બાળકીની માતા અચાનક પરત આવી જતાં આ નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને પકડી પાડી મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો.

સ્થાનિકોમાં ભારે રોષ

સારોલી પોલીસે ભોગ બનનાર બાળકીના પરિવારની ફરિયાદના આધારે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ દુષ્કર્મ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સારોલી વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, જેને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.