Gujarat

સુરત: 'સેલિબ્રિટી' હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ

By GS TEAM
24 Dec 20252 mins read
TukuTouch Logo
ડાયમંડ સિટીમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગે બતાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇઝારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે. જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહનચાલકોને ડરાવનાર આ બિઝનેસમેનની ડુમસ પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: 'સેલિબ્રિટી' હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ

Surat Businessman Arrested : ડાયમંડ સિટીમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગે બતાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇઝારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે. જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહનચાલકોને ડરાવનાર આ બિઝનેસમેનની ડુમસ પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

સુરતના ડુમસ વિસ્તારના ઉદ્યોગપતિ દીપક ઇઝારદારે પોતાના પુત્રના જન્મદિન નિમિત્તે કથાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ, તેમણે અને તેમના બાઉન્સરોએ જાહેર માર્ગ પર ટ્રાફિક રોકી દીધો હતો અને રસ્તાની વચ્ચે ફટાકડા ફોડ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

'સેલિબ્રિટી' હોવાનો દાવો અને અજીબ દલીલો

જ્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે સવાલો ઉઠ્યા, ત્યારે દીપક ઇઝારદારે બચાવમાં કહ્યું કે, 'હું એક સેલિબ્રિટી છું, તેથી મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જો મેં 5 મિનિટ રસ્તો રોકીને ફટાકડા ફોડ્યા તો તેમાં કયો મોટો ગુનો કરી નાખ્યો?'

એટલું જ નહીં, જ્યારે એક કાર ચાલકે હોર્ન વગાડી રસ્તો માંગ્યો ત્યારે ઉદ્યોગપતિએ તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, 'મેં કાર ચાલકને એટલે રોક્યો હતો કારણ કે જો પેટ્રોલ આગ પકડી લેત તો કારમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત.'

ધમકાવવાનો પણ લાગ્યો આરોપ

આ મામલે એવા પણ આક્ષેપો થયા છે કે જ્યારે લોકોએ રસ્તો ખોલવા વિનંતી કરી ત્યારે ઉદ્યોગપતિએ ધાક-ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કાર સળગાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જાહેર જનતામાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો.