સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ઉમેદવાર વિજેતા જાહેર થયા બાદ ગેઝેટ પ્રસિદ્ધ થાય અને ઉમેદવાર સત્તાવાર કોર્પોરેટર બને તે પહેલાં જ ભાજપના જીતેલા ઉમેદવાર સુરતમાં ફિલ્ડ પર પહોંચી રહ્યા છે. કેટલાક તો અતિઉત્સાહી જીતેલા ઉમેદવારો પાલિકાના અધિકારીઓને લઈ ફિલ્ડમાં પહોંચી સૂચના આપવા માંડ્યા છે. હાલમાં આ જીતેલા ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ, સફાઈ ઉપરાંત વિવિધ સમાજના સંમેલનમાં કોર્પોરેટર તરીકે હાજરી આપવા દોડાદોડી કરી રહ્યાં છે.
કોર્પોરેટર બને તે પહેલાં લોકોના પ્રશ્નો માટે દોડી રહ્યાં છે, પરંતુ આગામી પાંચ વર્ષ સુરતની પ્રજાના પ્રશ્નો માટે દોડશે કે પક્ષની ગાઈડ લાઈન મુજબ આંગળી ઊંચી કરશે તે તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલા કરવામાં આવતી દોડાદોડી રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી છે. જેમાંથી 73 જીતેલા ઉમેદવારો પહેલી વખત કોર્પોરેટર તરીકે પગ મૂકશે. પરિણામ જાહેર થયું છે પરંતુ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી પાલિકાને સત્તાવાર ગેઝેટ- પત્ર મોકલાયો નથી જેના કારણે પહેલી વખત કોર્પોરેટર બનવા જઈ રહેલા માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં કેટલાક બીજી વખત ચૂંટાયેલા પણ પદ મેળવવા માટે થનગની રહ્યા છે. કેટલાક તો એટલા ઉતાવળા બન્યા છે કે સત્તાવાર કોર્પોરેટર બને તે પહેલાં જ પોતાના મત વિસ્તાર અને વિવિધ સમાજના કાર્યક્રમમાં કોર્પોરેટર તરીકે હાજરી આપી રહ્યાં છે.
જીતેલા કેટલાક કોર્પોરેટરો તો પદાધિકારી કે સમિતિના અધ્યક્ષ બન્યા હોય તેમ ફિલ્ડમાં નિકળી પડે છે. ડ્રેનેજ, પાણી, રોડ અને સફાઈ જેવી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે એટલું જ નહી પરંતુ કેટલાક તો પાલિકાના અધિકારીઓને પણ સાથે રાખી ફિલ્ડમાં નિકળી રહ્યાં છે. આ ફિલ્ડમાં નિકળીને સોશિયલ મીડિયા પર ફોટાની વણઝાર કરી રહ્યાં છે. તેનો હેતુ આગામી દિવસમાં પદાધિકારીઓ, સ્થાયી સમિતિ અને વિવિધ સમિતિની રચના થાય તેનો હોદ્દો મેળવવા નેતાઓની નજરમાં આવવા કરી રહ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
જોકે, આ દેખાડવામાં સુરતની પ્રજાના પ્રશ્નો નવી બોર્ડ બને તે પહેલાં જ સંભળાતા થયાં છે. કેટલાક ઝોનમાં એક-બે સભ્યો અધિકારીઓની ટીમ સાથે રાઉન્ડમાં હોય તો તેવા કિસ્સામાં પેનલના અન્ય સભ્યો અધિકારીઓને ટકોર પણ કરવામાં આવી હોવાનું ચર્ચામાં છે. તો બીજી તરફ લોકો એવી પણ ચર્ચા કરે છે કે આ ચૂંટાયેલા ઉમેદવાર સત્તાવાર કોર્પોરેટર બને તે પહેલાં જ રીતે લોકોના પ્રસ્નોની ચિંતા કરે છે તેટલી જ ચિંતા પાંચ વર્ષ કરે તો તેમનો મત સાર્થક ગણાશે.









