Get The App

પતિને બચાવવા દરમિયાનગીરી કરનાર મહિલાની છેડતી કરનાર માથાભારે મોહસીન કાલિયાની ધરપકડ

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News
પતિને બચાવવા દરમિયાનગીરી કરનાર મહિલાની છેડતી કરનાર માથાભારે મોહસીન કાલિયાની ધરપકડ 1 - image

- રામપુરામાં કુખ્યાત બુટલેગર વલીઉલ્લાના ભાઈ પર ઘાતક હુમલો કરનાર મોહસીન ઉર્ફે કાલિયાએ મહિલાને માર પણ માર્યો હતો

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, ગુરુવાર

સુરતના લાલગેટ વિસ્તારમાં પતિને બચાવવા દરમિયાનગીરી કરનાર મહિલાની છેડતી કરનાર માથાભારે મોહસીન કાલિયાની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાના પતિ સાથે કુખ્યાત મોહસીન કાલિયાનો જુના ઝઘડાને લીધે વિખવાદ ચાલે છે. તે વિખવાદમાં જ સવા મહિના અગાઉ રાત્રે 12.30 વાગ્યે મોહસીન તેના સાગરીત રાજ મેમણ સાથે મહિલાના ઘર પાસે આવ્યો હતો અને તેના પતિને માર મારતા મહિલાએ બચાવવા દરમિયાનગીરી કરી હતી. તે સમયે મોહસીન કાલીયાએ વાંસની લાકડીથી મહિલાને બે ત્રણ ફટકા મારી તેના કપડા ફાડી નાખ્યા હતા. જયારે રાજ મેમણે પાછળથી ધક્કો માર્યો હતો. રામપુરામાં કુખ્યાત બુટલેગર વલીઉલ્લાના ભાઈ પર ઘાતક હુમલો કરનાર મોહસીન ઉર્ફે કાલિયા અને તેના સાગરીત વિરુદ્ધ મહિલાએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

લાલગેટ પોલીસે આ બનાવમાં મહિના અગાઉ મોહસીન કાલિયાના સાગરીત અને સાપ્તાહિકમાં પત્રકાર રીઝવાન ઉર્ફે રાજ અબ્દુલ કાદર મેમણ ( ઉ.વ.42, રહે-જી-4, જાયદાપાર્ક, મુબારક મસ્જીદ પાસે, સાબરીનગર, સુરત ) ની ધરપકડ કરી હતી. જયારે લાલગેટ પોલીસે ગતરોજ મોહસીન ખાન ઉર્ફે મોહસીન કાલિયા શબ્બીરખાન પઠાણ ( ઉ.વ.27, રહે. ફ્લેટ નં.207, નુરાની એપાર્ટમેન્ટ, અલ-અનવર ટી સેન્ટરની પાછળ, હોડી બંગલા, સુરત ) ધરપકડ કરી હતી.