Gujarat

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

By GS TEAM
23 Nov 20252 mins read
TukuTouch Logo
સુરત શહેરના સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંકની એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. 5 વર્ષના એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Stray Dogs Attack In Surat: સુરત શહેરના સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંકની એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. 5 વર્ષના એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

બાળકની હાલત અત્યંત ગંભીર

પ્રાપ્ત માહિતી અનુસાર, 5 વર્ષનો આ માસૂમ બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો અને તેને બચકાં ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી. બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા શ્વાનો ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળકને ઈજાઓ પહોંચી ચૂકી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે.

આ પણ વાંચો: અમદાવાદમાં: વટવા GIDC નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા, આરોપી ફરાર

રાજ્યના મોટા શહેરોમાં પણ આતંક યથાવત્

રખડતા શ્વાનોના હુમલાની આવી ઘટનાઓ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સામાન્ય બની ગઈ છે, જેના કારણે નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

અમદાવાદમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. પાલડીના હીરાબાગ ક્રોસિંગ પાસે અને શારદા મંદિર રોડ પર એક જ શ્વાને 5થી વધુ વ્યક્તિઓને કરડી નાખ્યા હતા. CCTV ફૂટેજ વાયરલ: આ ઘટનાઓમાં PGમાં રહેતા એક યુવક પર થયેલા હુમલાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા, જેમાં યુવક એક્ટિવા પાર્ક કરતો હતો ત્યારે શ્વાને તેને બચકું ભર્યું હતું. શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનોની સમસ્યા પર મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવાય તેવી માગણી હવે વધુ જોર પકડી રહી છે.