Gujarat

નારણપુરામાં વિવાદ બાદ હવે રાણીપમાં ડેબરીઝ માટે પ્લોટ શોધાશે

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
નારણપુરામાં વિવાદ બાદ હવે રાણીપમાં ડેબરીઝ માટે પ્લોટ શોધાશે

  અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022

નારણપુરા એ.ઈ.સી.પાસે આવેલા પ્લોટમાં ડેબરીઝ નાંખવા મામલે સ્થાનિકોએ ચકકાજામ કર્યા બાદ હવે રાણીપ વોર્ડમાં ડેબરીઝ  નાંખવા માટે પ્લોટ શોધવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ તથા દાણીલીમડા વોર્ડમાં રીવરફ્રન્ટ વિસ્તારમાં નાંખવામાં આવતા ભંગાર અને કાટમાળને તાકીદે દુર કરવા પણ બેઠકમાં તંત્રના સંબંધિત અધિકારીઓને તાકીદ કરાઈ હતી.આજે શહેરના સાત ઝોનમાં ટેકસ સંબંધી વિવિધ ફરિયાદ સંદર્ભમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે.હવે પછી દર મહિને વોર્ડ કક્ષાએ આ પ્રકારે નાગરિકોની ફરિયાદના નિકાલ માટે આયોજન કરવામાં આવે એ માટે બેઠકમાં સુચન કરાયુ હતું.મ્યુનિ.અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરોના ફોન ઉપાડતા નથી એવી ફરિયાદની વચ્ચે તમામ અધિકારીઓ તમામ કોર્પોરેટરોના ફોન નંબર તેમના મોબાઈલમાં રાખી ફોન ઉપાડે એ માટે તાકીદ કરાઈ હતી.