Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ - રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

By GS TEAM
31 Mar 20261 min read
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ - રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

કૃત્રિમ અછત અને સંગ્રહખોરી અટકાવવા તંત્રને મોનીટરિંગની સૂચના, અફવાથી દૂર રહેવા અપીલ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો મળી રહે તે હેતુથી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે તંત્ર સજ્જ છે.

ગેસ એજન્સીઓને 'પેનિક બુકિંગ' પર રોક લગાવવા અને હોસ્પિટલો-શૈક્ષણિક સંસ્થાઓમાં પીએનજી નેટવર્કને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યા હતા. પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરી કાળાબજારી અટકાવવા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. અંતમાં, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા જનતાને અપીલ કરાઈ હતી. આ બેઠકમાં ઓઇલ કંપનીઓના નોડલ અધિકારીઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.